Gujarat Rain : આવનારા 5 દિવસ ગુજરાતમાં ચોમાસું જામશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. હવે હવામાન વિભાગે ફરીથી વરસાદના એક સારા રાઉન્ડની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, 4 જૂલાઈથી આગામી 5 દિવસ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, 5 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.
06 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદ જોવા મળી શકે છે. 07 જુલાઈમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે.
08 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.
આ સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
-
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો










Click it and Unblock the Notifications
