Gujarat Rain : ગુજરાતના 76 ડેમ હાઈએલર્ટ પર, સરદાર સરોવર ડેમ ૭૬.૪૦ ટકા ભરાયો
Gujarat Rain : ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળસ્ત્રોતોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, જેનાથી રાજ્યના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિ અનુસાર, રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા સુધી ભરાઈ ગયા છે, જેમને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

રાજ્યના જળ સંસાધન વિભાગના આંકડા મુજબ, ૨૬ ડેમ એલર્ટ અને ૨૨ ડેમ વોર્નિંગ પર છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૮.૯૧ ટકા વરસાદ નોંધાયો છે.
- દક્ષિણ ગુજરાત : ૭૨ ટકા
- ઉત્તર ગુજરાત : ૭૧ ટકા
- કચ્છ : ૭૦ ટકા
- પૂર્વ મધ્ય ગુજરાત : ૬૯ ટકા
- સૌરાષ્ટ્ર : ૬૩ ટકા
છેલ્લા ૨૪ કલાકમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીના અને ડાંગના આહવામાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના કુલ ૨૪ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જણાવાયું છે.
સારી વર્ષાને કારણે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. કૃષિ વિભાગના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે.
- મગફળી : ૨૦ લાખ હેક્ટર
- સોયાબીન : ૨.૭૩ લાખ હેક્ટર
- ડાંગર : ૮.૪૩ લાખ હેક્ટર
આ વાવેતરથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં સારો પાક ઉતરી શકે છે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૮ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી જારી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
