Kharif pak : ગુજરાતમાં ખરીફ પાકોનું 96 ટકા વાવેતર પુર્ણ થયુ, મગફળી અને કપાસ સૌથી આગળ
Kharif pak : ગુજરાતમાં ચોમાસુ પૂરું થવા આવ્યું છે અને આ વર્ષે સારો વરસાદ થવાથી રાજ્યમાં ખેતીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
કૃષિ વિભાગના આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 96.29 ટકા ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.

સૌથી વધુ વાવેતર થયેલા પાકોમાં મગફળી અને કપાસ મોખરે છે. 22 લાખ હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. આ સિવાય, ડાંગરનું વાવેતર પણ 8 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થયું છે.
રાજ્યમાં હાલ સુધીમાં સરેરાશ 92.64% વરસાદ પડ્યો છે, જે ખેતી માટે ખૂબ જ ફાયદાકારક છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં (96.94%) અને દક્ષિણ ગુજરાતમાં (96.91%) નોંધાયો છે.
રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, 68 ડેમ 70-100% ભરાયા છે, અને 24 ડેમ 50-70% ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ 89% થી વધુ ભરાઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 જિલ્લાના 158 તાલુકાઓમાં 12 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે. આગામી આગાહીઓને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
