ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પોર્ટલ ફરીથી કાર્યરત થયું
ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણી ફરીથી શરૂ થઈ ગઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી.
નોંધણી શરૂ થઈ ત્યારે એકસાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે ઈ-સમૃદ્ધિ પોર્ટલ ક્રેશ થઈ ગયું હતું અને પહેલા દિવસે કોઈ ખેડૂત નોંધણી કરાવી શક્યા નહોતા.

આ સમસ્યાની જાણ થતાં જ કૃષિ વિભાગે તાત્કાલિક પગલાં લીધાં અને પોર્ટલને અપડેટ કર્યું, જેના પરિણામે આજે 2 સપ્ટેમ્બરથી, નોંધણીની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ શકી છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. જો જરૂર પડશે તો નોંધણીની સમય મર્યાદા લંબાવવામાં પણ આવશે જેથી કોઈ પણ ખેડૂત બાકી ન રહી જાય.
તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે નોંધણી માટે પૂરતો સમય હોવાથી બિનજરૂરી ધસારો ન કરે અને સહકાર આપે. આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો આસાનીથી પોતાના પાકોનું વેચાણ કરી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
