ખેડૂતોના ખાતામાં પીએમ મોદીએ નાખ્યા 2000 રૂપિયા, તમારા ખાતામાં આવ્યા કે નહિ આવી રીતે ચેક કરો
ખેડૂતોના ખાતામાં પીએમ મોદીએ નાખ્યા 2000 રૂપિયા, તમારા ખાતામાં આવ્યા કે નહિ આવી રીતે ચેક કરો
ભારતના ખેડૂતોની સમસ્યા કોઈથી છૂપી નથી. સરકાર ખેડૂતોની સમસ્યાને દૂર કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. કોરોના કાળમાં લગભગ સૌકોઈની આર્થિક સ્થિતિ બગડી છે. લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે સરકાર કેટલીય યોજનાઓ ચલાવી રહી છે. જેમાંની એક સરકારી યોજના અંતર્ગત આજે સરકારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધન યોજના અંતર્ગત નાણાકીય લાભની આઠમો હપ્તો જમા કરાવ્યો છે. કોરોના કાળમાં આ ખેડૂતો માટે રાહત ભર્યા સમાચાર છે. કુલ 9.5 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 19 હજાર કરોડ જમા થયા છે. જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ચાર મહિને 2-2 હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે. આ ધનરાશિ ડીબીટી માધ્યમથી લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા કરાવી દેવામાં આવે છે.
યોજનાનો લાભ તમને મળ્યો છે કે નહિ આવી રીતે ચેક કરો
- સૌથી પહેલા પીએમ કિસાન સ્કીમની સત્તાવાર વેબસાઈટ (https://pmkisan.gov.in/) પર જાઓ.
- વેબસાઈટમાં 'Farmers Corner' અંતર્ગત તમને 'Beneficiary List'નો વિકલ્પ મળશે.
- આ લિંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે નવું પેજ ખુલશે. આ પેજ પર રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામ પસંદ કરવું.
- હવે બધા વિકલ્પો સિલેક્ટ કર્યા બાદ 'Get Report' પર ક્લિક કરો
- અહીં લાભાર્થીઓની યાદી તમારી સામે આવી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
જો પાછલી યાદીમાં તમારું નામ હતું પરંતુ અપડેટેડ સૂચીમાં તમારું નામ ના હોય તો તમે પીએમ કિસાનના હેલ્પલાઈન નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
હેલ્પલાઈન નંબર પર કૉલ કરો
સરકારે નંબર પણ શેર કર્યો છે, જેથી ખેડૂતોને પોતાની ધનરાશિ વિશે જાણકારી મળી શકે. આ હેલ્પલાઈન નંબર છે- 011-24300606
પીએમ કિસાન લેન્ડલાઈન નંબર- 011-23381092
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
