ખેડૂતો પર મહેરબાન સરકાર, કૃષિ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાનુ પેકેજ
લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ.
કોરોના વાયરસના કારણે કરવામાં આવેલ લૉકડાઉનના કારણે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. કોરોના વાયરસ લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ મોદીએ 12 માર્ચના રોજ આત્મનિર્ભર ભારત માટે સપ્લાઈ ચેન બનાવવા અને ડેમોગ્રાફીની વાત કરી હતી. આજે આપણે કૃષિ અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ પર ફોકસ રહેશે.

સીતારમણે કહ્યુ કે ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર આધારિત છે અને આજે આપણે તેને ધ્યાનમાં રાખીને બધી ઘોષણાઓ કરીશુ. નાણામંત્રી સીતારમણે કહ્યુ કે ખેડૂત દેશનુ પેટ ભરવા સાથે નિકાસ કરે છે તેના માટે અનાજ ભંડારણ, કોલ્ડ ચેન અને અન્ય કૃષિ આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદક સંઘ, કૃષિ સ્ટાર્ટઅપ વગેરેને પણ આનો લાભ થશે.
નાણામંત્રીએ કહ્યુ કે ખેડૂતોને શોર્ટ ટર્મ જે લોન આપવામાં આવે છે પરંતુ દીર્ઘકાલીન કૃષિને ધ્યાનમાં અત્યાર સુધી રાખવામાં આવતી નહોતી પરંતુ આ પાસાં પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે એક હજાર કરોડ રૂપિયા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપવામાં આવશે જેમાં એગ્રીકલ્ચર કૉપરેટીવ સોસાયટી, કૃષિ પ્રધાન સંસ્થાઓ અને કૃષિ સ્ટાર્ટઅપ માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પાકની ઉપજ બાદ અનાજ ભંડારણ પર વિશેષ ફોકસ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુ કે આ ફંડ તરત જ આપવામાં આવશે.
In a move to strenghten infrastructure in agriculture, financing facility of Rs. 1 lakh crore will be provided for funding Agriculture Infrastructure Projects at farm-gate & aggregation points#AatmaNirbharDesh #AatmanirbharBharat pic.twitter.com/I6XsQI6EE9
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 15, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
