ખેડૂતો અને નાના ઉદ્યોગોને ઝડપી લોન મળશે, બની રહ્યું છે આ ખાસ ક્રેડીટ પ્લેટફોર્મ
ખેડૂતો અને નાના ઉદ્યોગોને લોન આપવા માટે સરકાર બહુ જલ્દી નવુ પ્લેટફોર્મ લોંચ કરવા જઈ રહી હોવાના અહેવાલ છે. આરબીઆઈએ આના માટે તૈયારી કરી લીધી છે.
આ પ્રસ્તાવિત ક્રેડિટ ડિસ્બર્સલ પ્લેટફોર્મ એ જ રીતે કામ કરશે જે રીતે UPI ડિજિટલ પેમેન્ટ માટે કામ કરે છે. આ ખેડૂતો અને MSAEs માટે લોન પ્રક્રિયાને સરળ બનાવશે.

આરબીઆઈનું માનવું છે કે ડિજિટલ ઈન્ટરફેસ દ્વારા ગ્રાહક લોન હવે સામાન્ય થઈ ગઈ છે પરંતુ ખેડૂતો અને નાના વેપારીઓને હજુ પણ લોન મેળવવા બેંકોની મુલાકાત લેવી પડે છે.
RBI અનુસાર, પ્રસ્તાવિત ક્રેડિટ પ્લેટફોર્મ ખેડૂતો અને MSME માટે લોન પ્રક્રિયાને સરળ બનાવશે. હાલમાં ખેડૂતોએ કૃષિ લોન અથવા કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે બેંકો સાથે જમીન રેકોર્ડ રાખવા વિભાગના ચક્કર લગાવવા પડે છે.
સૂચિત પ્લેટફોર્મ સાથે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને પળવારમાં લોન મેળવવાનું શક્ય બનશે.
આ કાર્ય નાણાકીય ક્રેડિટ માટે પબ્લિક ટેક પ્લેટફોર્મ એટલે કે PTPFC દ્વારા શક્ય બની શકે છે. આ પ્લેટફોર્મ હાલમાં એગ્રી લોન, કિસાન ક્રેડિટ કાર્ડ, સ્મોલ MSME લોન જેવા ઉત્પાદનો પર કામ કરી રહ્યું છે.
ધિરાણ આપતી બેંકો, નાણાકીય સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સને આ પ્લેટફોર્મ સાથે જોડાશે. આ પ્લેટફોર્મ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 3,500 કરોડ રૂપિયાની કૃષિ અને MSME લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ સિવાય રિઝર્વ બેંકે PPI એટલે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અંગે પણ ફેરફાર કર્યો છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, હવે બેંકો અને નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ પીપીઆઈ દ્વારા જાહેર પરિવહન વ્યવસ્થા માટે ચૂકવણી કરી શકાશે.ૉ
રિઝર્વ બેંકે એક નોટિફિકેશનમાં જણાવ્યું કે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકો અને નોન-બેંકિંગ સંસ્થાઓને વિવિધ જાહેર પરિવહન પ્રણાલીઓમાં ચુકવણી માટે PPI દાખલ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
