PM Kisan: પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂ. 2000ના આગામી હપ્તા માટે ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી ફરજિયાત
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાનાં રૂ. 2000ના આગામી હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આગામી તા.15 જુલાઈ 2025 સુધીમાં ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવા તાકીદ કરવામા આવે છે.

PM કિસાન સમ્માન નિધિ યોજના
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્રારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનઓનો લાભ જિલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, PM કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે.
બોટાદ જિલ્લામાં 68500 થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી
ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં બોટાદ જિલ્લામાં 68,500 થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. જેમાં બરવાળા તાલુકામાં 9670, બોટાદ તાલુકામાં 20330, ગઢડા તાલુકામાં 23990 અને રાણપુર તાલુકામાં 14555 જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. આથી બાકી રહેતાં બરવાળા તાલુકાનાં 1707, બોટાદ તાલુકાનાં 6174, ગઢડા તાલુકાનાં 4696 અને રાણપુર તાલુકાનાં 3250 જે તાલુકાઓના કુલ 15829 જેટલાં PM કિસાન યોજનાનાં લાભાર્થી તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો તેમજ ગ્રામસેવકનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે
હાલમાં જિલ્લામાં કામગીરી સતત ચાલુ છે, અને તમામ ગામોમાં આ કામગીરીની તા.15 જુલાઈ 2025 સુધીમાં ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખાસ જણાવવામાં આવે છે. આ માટે જિલ્લા અને તાલુકાના ખેતી વિભાગ દ્રારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ કરવામા આવે છે. આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે. બોટાદ જીલ્લાના તમામ ખાતેદાર ખેડૂત ભાઈઓ અને બહેનોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ દ્રારા અનુરોધ કરવામાં આવે છે.
દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી
બહાર ગામ રહેતાં ખેડુતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈ પણ નજીકનાં સી.એસ.સી. (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ / જમીનનાં ઉતારાની નકલ -8અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ અથવા અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફકત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
