Farmer Protest : ખેડૂત આંદોલનથી રાકેશ ટિકૈત કેમ દુર? જાણો શું કહ્યું?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ખેડૂતોએ ફરીથી દિલ્હી કુચ કરી છે. ખેડૂતોએ પોતાની માંગો સાથે સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે. જો કે આ આંદોલનથી રાકેશ ટિકૈતે દુરી જાળવી રાખી છે.
વિવિધ માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે દિલ્હી-NCR રોડ બ્લોક કરી દીધો. ખેડૂતોના દિલ્લી ચલો પ્રદર્શનમાં પંજાબ, હરિયાણા અને યુપીના હજારો ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે.

વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી ચલો વિરોધ માર્ચ શરૂ કરીને શંભુ બોર્ડર પહોંચ્યા ત્યારે પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
બીજી તરફ ખેડૂતોના સમર્થનમાં ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું કે, સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સરકારે અમારી સાથે બેસીને વાત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ. સરકારે આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
અહીં રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, MSP ગેરંટી એક્ટ અને સ્વામીનાથન કમિટિનો રિપોર્ટ, વીજળી સુધારા બિલ અને લોન માફી દેશભરના ખેડૂતોના મુદ્દા છે. ઘણા ખેડૂત સંગઠનો છે અને તેમની પાસે અલગ-અલગ મુદ્દા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતો માટે જો સરકાર કોઈ સમસ્યા ઊભી કરે તો અમે તેમનાથી દૂર નથી. અમે તેમના સમર્થનમાં છીએ.
જણાવી દઈએ કે, સોમવારે મોડી રાત્રે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક કોઈ ઉકેલ વિના સમાપ્ત થયા પછી 200 થી વધુ ખેડૂત સંગઠનોએ માર્ચને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
કલાકોની મંત્રણા છતાં બંને પક્ષો મુખ્ય માંગણીઓ પર સમજૂતી સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા. સરકારે કહ્યું કે મોટાભાગના મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ ગઈ છે અને સમિતિની રચના દ્વારા કેટલાક અન્ય મુદ્દાઓને ઉકેલવા માટે એક ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ખેડૂત આંદોલનને જોતા દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે, મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે અને વ્યવસ્થા જાળવવા માટે સરહદો સીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાની તરફ ખેડૂતોની વિશાળ કૂચ પહેલા કેટલાક ફેરફારોને કારણે દિલ્હીને તેની આસપાસના ઉપનગરીય શહેરો સાથે જોડતી સરહદો પર ભારે ભીડ જોવા મળી છે.
દિલ્હીને ગાઝિયાબાદ અને ઉત્તર પ્રદેશના નોઈડા સાથે જોડતી ગાઝીપુર અને ચિલ્લા બોર્ડર પર વાહનોની લાંબી કતારો જોવા મળી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
