Black tomato farming : ઓછા ખર્ચે બ્લેક ટામેટાની ખેતી કરીને કમાઈ શકો છો લાખોની કમાણી
Black tomato farming : આજકાલ ખેડૂતો માટે એક નવો અને લાભદાયક વિકલ્પ સામે આવ્યો છે. ઇન્ડિગો બ્લેક ટમેટાની ખેતી ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યો છે.
આ ખાસ પ્રકારના ટમેટાની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે અને ઘણા ખેડૂતો આથી સારો નફો મેળવી રહ્યા છે.

શું છે ઇન્ડિગો બ્લેક ટમેટાની ખાસિયતો?
- દેખાવમાં વિશિષ્ટ: આ ટમેટા કાળા રંગના હોય છે, જે તેમને સામાન્ય ટમેટાથી અલગ બનાવે છે.
- આરોગ્ય માટે લાભદાયક: આમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે આરોગ્ય માટે લાભદાયક છે.
- કૈંસર સામે સહાયક: આ ટમેટા કૈંસર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં મદદરૂપ છે.
ખેતી કેવી રીતે કરવી?
- માટી : માટીનો પીએચ સ્તર 6 થી 7 વચ્ચે હોવો જોઈએ.
- હવામાન: ગરમ અને શુષ્ક હવામાન આ ટમેટાની ખેતી માટે યોગ્ય છે.
- ખાતર અને પાણી : સમયસર જૈવિક ખાતર અને પાણી આપવું જરૂરી છે.
- ફળ આવવાનો સમય : આ ટમેટાને પાકવા માટે લગભગ 90 થી 100 દિવસ લાગે છે.
ખર્ચ અને નફો
- શરૂઆતનો ખર્ચ : બીજ, ખાતર અને દવાઓ માટે પ્રતિ હેક્ટર અંદાજે 1.2 થી 1.5 લાખનો ખર્ચ થાય છે.
- આવક : એક હેક્ટર જમીનમાં ખેતી કરીને 4 થી 5 લાખ સુધીની આવક શક્ય છે.
- શુદ્ધ નફો : આ રીતે ખેડૂતને ₹2.5 થી ₹3.5 લાખ સુધીનો નફો મળી શકે છે.
આ ટામેટાની મોટા શહેરોમાં હેલ્થ સ્ટોર્સ, ઓર્ગેનિક માર્કેટ્સ અને ફાઇવ સ્ટાર હોટેલ્સમાં ખુબ જોવા મળી રહી છે. આ ટમેટાને તમે ઓનલાઈન પણ વેચી શકો છો, જે વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.
જો તમે ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર કરી રહ્યા છો તો ઇન્ડિગો બ્લેક ટમેટાની ખેતી એક ઉત્તમ વિકલ્પ છે. ઓછા રોકાણમાં વધુ નફો અને બજારમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને આ ખેતી આરોગ્યપ્રદ અને આર્થિક રીતે લાભદાયક છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
