અરવલ્લીના ધરતીપુત્રે ઉગાડ્યું અત્તર! આ રીતે કરી કમાલ
Agriculture News: અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જિરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અનિલભાઈ જણાવે છે ;તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેતા હતા અને પૂનામાં નર્સરીની મુલાકાત લેતા તેમને જિરેનિયમ છોડ વિશે માહિતી મળી હતી.
જિરેનિયમને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી ત્યારબાદ ૩ વીઘામાં જિરેનિયમ છોડ વાવ્યા છે. અને તેમાંથી સુગંધિત ત્તરલ પ્રવાહી કાઢવામાં આવે છે.ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે. જેમાં ખેડૂતને મબલખ આવક મળે છે.

અનિલભાઈ જણાવે છે કે,પ્રથમ વખત જિરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે. જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.
જિરેનિયમ એક સુગંધિત છોડ છે. આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે. જિરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે.
જિરેનિયમના ફુલોથી તેલ કાઢી શકા છે. જે ઔષધીની સાથે અન્ય કામોમાં પણ આવે છે. જિરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે આનો ઉપયોગ એરોમાથેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે.જિરેનિયમ તેલ એક ઔષધીય છે.
અલ્ઝાઈમર, તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે. આ સાથે તે ખીલ, સોજો અને એક્જિમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ વધતી ઉંમરને પણ રોકે છે. આ સાથે માંસપેશિઓ અને ત્વચા, વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.
જિરેનિયમની ખેતી મોટા ભાગે વિદેશમાં થાય છે. જિરેનિયમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘુ હોય છે. ભારતમાં આની કિંમત પ્રતિ લીટર લગભગ 12 હજારથી 20 હજાર સુધી હોય છે. સંશોધક વૈજ્ઞાનિક ડો. યોગેશભાઈ પવાર કહે છે કે જિરેનિયમની ખેતીથી વધારે ફાયદો લઈ શકાય છે અને સરકાર પણ ખેતી માટે સબસિટી આપે છે. માર્કેટમાં આ તેલની વધારે ખપત છે જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે.
અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂત અનિલ પટેલે કરી જિરેનિયમ સુગંધિત છોડની ખેતી#farmer #farming #agriculture #agriculturenews #Aravalli #AravalliNews #GujaratiNews #OneindiaGujarati pic.twitter.com/PGRtoSlqcm
— oneindiagujarat (@oneindiagujarat) January 30, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
