Agriculture News: કપાસના વાવેતર પહેલા વાંચી લો આ ખાસ અહેવાલ, થશે ઘણો લાભ
Agriculture News: ચોમાસાના આગમન બાદ સમગ્ર રાજ્યમાં પૂરવેગે કપાસનું વાવેતર શરુ થશે. રાજ્યમાં કપાસનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા કપાસમાં વિવિધ રોગ તેમજ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.
ખેતી નિયામક દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કપાસના પાકમાં ચૂસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. કપાસના વાવેતર પૂર્વે ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલીબગનો નાશ થઇ શકે.
માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે બીજને ઇમિડાકલોપ્રીડ 70 ડબલ્યુએસ 7.5 મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોક્ઝામ 70 ડબલ્યુએસ 2.8 મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી, જેથી પાકની શરૂઆતની અવસ્થામાં ચુસિયા પ્રકારની જીવાતોથી રક્ષણ મેળવી શકાય.
શેઢાંપાળા ઉપર ઉગતા નિંદણો ખાસ કરીને ગાડર, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો.
મોલોમશી તથા તડતડિયાના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાઈસોપા)ના ઈંડા અથવા ઉંચળને હેક્ટરે 10 હજારની સંખ્યામાં બે વખત છોડવી.
ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કપાસના પાકની ફરતે બે હાર મકાઈની અથવા મકાઈના 10 ટકા છોડ અથવા કપાસની 10 હાર પછી એક હાર મકાઈની લઇ શકાય.
બીટી કપાસના પાન અને ઝીંડવાને નુકસાન કરતી ગુલાબી ઇયળોના સંકલિત વ્યવસ્થાપન માટે અગાઉં પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કડી અને જીંડવા ભેગા કરી નાશ કરવો.
શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઊંડી ખેડ કરવી. વહેલી પાકતી, ચૂસિયા પ્રતિકારક, માન્ય બીટીશંકર જાતોના બિયારણની વાવણી (15 જૂન થી 15 જુલાઈ) માટે ઉપયોગ કરવો.
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસના બિયારણ 475 ગ્રામમાં જ 5-10 ટકા નોન બીટી અથવા રેફ્યુજીયા બિયારણની મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે, તેનું વાવેતર કરવું.
આ ઉપરાંત પિંજર પાક તરીકે દિવેલા અને પીળા ગલગોટાનું કપાસની 10 હાર પછી એક હારમાં વાવેતર કરવું અને તેની ઉપર લીલી ઇયળ અને લશ્કરી ઇયળોના મુકાયેલા ઈંડા તથા ઇયળોનો સમયાંતરે નાશ કરવાથી પાકને જીવાતોથી રક્ષણ આપી શકાય છે.

કપાસની જીવાતોના કુદરતી દુશ્મનો અને લીલી ઈયળથી બચાવવા માટે કપાસમાં મકાઈ અથવા જુવાર અને ચોળીની 10 ટકા પ્રમાણમાં છંટકાવ કરવો તેમજ કપાસના ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે બે હાર મકાઈ, જુવાર અથવા હજારી ગોટાનું વાવેતર કરવું.
જ્યારે કાબરી ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું હિતાવહ છે. પાન ખાનારી ઇયળ(લશ્કરી ઈયળ)થી પાકને બચાવવા માટે કપાસના ખેતરની ફરતે દિવેલાનું વાવેતર કરવું, જેથી લશ્કરી ઇયળની માદા ફૂદીઓ દિવેલાના પાક ઉપર ઈંડા મૂકે છે. દિવેલાના છોડ પરથી આવા ઈંડા અથવા ઈયળના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવો અતિ આવશ્યક છે.
કપાસના રોગોનું સંકલિત વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા નીચેના પગલાઓ સૂચવવામાં આવ્યા છે:
લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી
નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો
લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે 10 ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર 2 ટન પ્રતિ હે અથવા એરંડીના 500 કિગ્રા ખોળમાં 4 કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ છે.
આંતર પાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવું
કપાસમાં સુકારાના નિયંત્રણ માટે મકાઈને આંતર પાક તરીકે વાવવો
કપાસમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, રાઇડો અથવા બાજરીની ફેરબદલી કરવી
વાવણી સમયે બીજને કાર્બોકઝીન 37.5 ટકા થાઈરમ 37.5 ટકા ડીએસનાં મિશ્રણનો 3.5 ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવેતર કરવું અથવા બીજને ટ્રાયકોડર્મા હારજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફુગ નિયંત્રકનો (10 ગ્રામ/ કિલો) પટ આપી વાવેતર કરવું કપાસમાં ખૂણિયા ટપકા અથવા કેમ્પેટ્રીસ રોગ બીજન્ય હોવાથી બીજ માવજથી અટકાવી શકાય છે, જેથી બીજની રુવાટી દૂર કરવી.
એક કિલોગ્રામ બીજમાં 100 મિલી ગંધકનો તેજાબ નાખી 2-3 મિનિટ સતત હલાવતા રહેવું ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ (એગ્રોસાન, સેરેસાન,ઇમિસાન )પૈકી એક દવાનો 2-3 ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લેરોસન્સ 10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું
કપાસમાં મૂળખાઈ અથવા મૂળનો સડો, સુકારો રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી, ઈન્ક્ડનો લીલો પડવાશ, છાણીયા ખાતરનો ઉપયોગ, મિશ્ર પાક તરીકે મઠ કે અડદનું વાવેતર, ટ્રાઇકોડર્મા વિરડી 5 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત અથવા ટ્રાયકોડર્માં વિરીડી 2.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે 100 કિલોગ્રામ છાણીયા ખાતર સાથે વાવણી સમયે આપવું.
કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી પાળા ઉપર કરવું તથા જમીનમાં સેન્દ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે, તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં વધુમાં જણાવાયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
