Agriculture news : નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે ખુશખબર, ચોમાસુ સિઝન માટે એક મહિનો વહેલું પાણી મળશે
Agriculture news : ગુજરાત સરકારે ચોમાસુ સિઝન માટે ખેતીને લઈને મોટી જાહેરાત કરી છે. આનાથી આ વખતે ખેડૂતો ચોમાસુ વાવેતર વહેલી તકે કરી શખશે.
આ વર્ષે ખરીફ પાકોની વાવણી અને ઉત્પાદન વધે તે હેતુથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી નિયમિત સમયગાળાથી એક મહિનો વહેલું એટલે કે 15 મેના રોજથી આપવામાં આવશે.

આ નિર્ણયથી અંદાજે 13 લાખ જેટલા ખેડૂતોને સીધો લાભ મળશે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં સરદાર સરોવર યોજનાથી 15 જૂનથી પાણી છોડવામાં આવે છે, પરંતુ આ વખતે પાણી વહેલું છોડી દેતા ખેડૂતો કપાસ, મગફળી જેવા મુખ્ય ખરીફ પાકોની પૂર્વ તૈયારી કરી શકશે.
આ પગલાથી પાકોની વાવણી સમયસર થઈ શકશે અને ખેડૂતોને ફાયદો થશે. રાજ્ય સરકારે આ નિર્ણયથી ખેતીમાં સમયસૂચકતા અને પાણીના સુધારેલા ઉપયોગ તરફ વધુ મજબૂત પગલાં લીધા છે.
ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે આ નિર્ણય કૃષિ ઉત્પાદકતામાં વધારો લાવવાનો એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ચોમાસાની શરૂઆત પહેલા જ મગફળી અને કપાસ સહિતના પાકોની વાવણી કરી લેતા હોય છે. આવા આગોતરૂ વાવેતર કરતા ખેડૂતોને વહેલુ પાણી મળવાથી મોટો ફાયદો થશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
