Agriculture News: રાજ્ય સરકાર કરશે તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી, ક્યારથી શરૂ થશે નોંધણી
Agriculture news: ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તેવા શુભ આશયથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ આગામી તારીખ 3થી 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે.
આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂપિયા 7550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈને તુવેર સહિતના પાકોનું મબલખ વાવેતર કરી શકે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
