ખેતી સમાચાર : ખેતીની કાયાપલટ કરવા સરકારની નવી યોજના, જાણો શું છે પંચાયત મૌસમ સેવા?
છેલ્લા કેટલાક વર્ષોમાં આબોહવા પરિવર્તનને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ગુજરાત સહિત દેશભરના ખેડૂતો સતત માવઠા અને ગરમીનો ભોગ બની રહ્યા છે ત્યારે સરકાર હવે ખેડૂતો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે.
અહેવાલો અનુસાર, ભારત સરકારનું હવામાન વિભાગ બહુ જલ્દી એક નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ સેવાથી અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને ગામમાં જ હવામાન વિભાગની તમામ આગાહીઓની માહિતી મળી જશે.

પંચાયત મૌસમ સેવા શું છે?
હાલની સ્થિતીમાં હવામાન વિભાગ દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ જ હવામાનની આગાહીઓ કરવામાં આવે છે. મૌસમ સેવા એ આ સેવાને ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તારવાની યોજના છે.
ગ્રામ પંચાયતથી હવામાનની આગાહી થશે
ભારત સરકારના હવામાન વિભાગની આ સેવા શરૂ થયા બાદ ગ્રામ પંચાયતોમાંથી જ હવામાન વિભાગની આગાહી કરવામાં આવશે. આનાથી મોટો ફાયદો એ થશે કે જિલ્લા જેવા મોટા વિસ્તારની જગ્યાઓએ વિસ્તારો પ્રમાણે ચોક્કસ આગાહી કરી શકાશે.
દરેક ગામમાં 5 ખેડૂતોને જોડવાનો લક્ષ્યાંક
આ યોજનાથી ખેડૂતોને સીધા હવામાન વિભાગ સાથે જોડવામાં આવશે. આ સેવા સાથે દરેક ગામમના ઓછામાં ઓછા 5 ખેડૂતોને જોડવામાં આવશે.
12 ભાષાઓમાં સેવા શરૂ થશે
આ સેવા હિન્દી અને ઈંગ્લિશ સહિત 12 ભાષાઓમાં શરૂ કરવામાં આવશે. રાજ્યો પ્રમાણે લોકલ ભાષાઓમાં આ સેવાઓને કારણે અંતરિયાળ વિસ્તારો સુધી હવામાનની સાચી આગાહી પહોંચશે.
પવનની ગતિ, ભેજનું પ્રમાણ અને માવઠાની ચોક્કસ આગાહી ખેડૂતોને મળી રહેશે
આ સેવાથી ખેડૂતોને તેમની મોંઘી જણસને માવઠાના માર કે પછી જીરા જેવા પાકોને અસર કરતા ઝાકળની સમય પહેલા જ આગાહીઓ મળી જશે. આનાથી ખેડૂતો તેમના ખેતરમાં આફત પહેલા દવાનો છટકાંવ કરીને કાળીયા જેવા રોગોથી બચી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
