ખેતી સમાચાર : આગામી બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના, જાણો ઠંડી કેવી રહેશે?
ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ ગુજરાતના ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. એક પછી એક માવઠાને કારણે શિળાયુ સિઝનમાં પણ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતુ જોઈ શકાય છે.
હાલમાં જ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત ખેડૂતોને માઠા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ દરમિયાન, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં વડોદરા, ભરૂચ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. ત્રણ જિલ્લામાં રવિવારે વરસાદ જોવા મળી શકે છે. આ જિલ્લામાં પંચમહાલ, વડોદરા, ભરૂચનો સમાવેશ થાય છે.
તાપમાનમાં ફેરફાર થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોર્થ ઇસ્ટ અરેબિયન સાગરમાં એક સર્ક્યુલેશન છે અને તેના કારણે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં રાતનું તાપમાન વધશે અને ચોથા દિવસથી તાપમાન ઘટશે.હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ દિવસના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. આ પછી આ તાપમાન તેટલુ જ ઘટશે.
સિઝનનું સૌથી ઓછુ તાપમાન નોંધાયુ
જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં થયેલા માવઠા બાદ ઠંડીમાં વધારો થયો છે. નલિયામાં સિઝનનું સૌથી ઓછુ તાપમાન નોંધાયુ છે. નલિયા મીનિમમ તાપમાન 12.2 ડિગ્રી સુધી પહોંચ્યુ છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં માવઠાના વાતાવરણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જી છે. જીરાના પાકમાં વાદળછાયુ વાતાવરણ અને માવઠુ મોટી મુશ્કેલી સર્જે છે. આ સિવાય અન્ય પાકોમાં પણ મોટુ નુકસાન જોવા મળી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ રાજ્ય સરકારે નુકસાનનો સર્વે કરાવવાની પણ જાહેરાત કરાઈ છે. સરકાર સર્વે બાદ સહાયની જાહેરાત કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
