Agriculture : જાણો કચ્છી ખારેકને સૌથી પહેલા ઝાલાવાડમાં લાવનારા ખેડૂતની સફળતાની કહાની
Agriculture : ગુજરાતમાં હવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ ઝડપથી વળી રહ્યા છે. ખાસ કરીને કચ્છ અને ઝાલાવાડમાં ખેડૂતો ખારેક, ડ્રેગન ફ્રુટ, જામફળ અને લિંબુ જેવા બાગાયતી પાકો વાવતા થયા છે.
આ તો વાત થઈ આજની સ્થિતીની પરંતુ આજે આપણે જે ખેડૂતની વાત કરી રહ્યાં છીએ તે ખેડૂતે એ સમયે બાગાયતી ખેતી શરૂ કરી હતી જ્યારે ઝાલાવાડમાં નહીવત ખેડૂતો બાગાયત તરફ વળતા હતા.

આપણે જે ખેડૂત વિશે વાત કરી રહ્યાં છીએ તે ખેડૂત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગ્રધ્રાના ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ છે. ઘનશ્યામભાઈની ગણતરી ઝાલાવાડમાં ખારેકની ખેતીની શરૂઆત કરનારા ખેડૂતોમાં થાય છે. તેમને 20 વર્ષ પહેલા ખારેકની ખેતી શરૂ કરી અને આજે સફળ ખેડૂત તરીકે પ્રતિષ્ઠિત છે.
20 વર્ષ પહેલા ખારેકની ખેતી શરૂ કરી
ઘનશ્યામભાઈએ વન ઈન્ડિયા ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ કે, એ સમયગાળામાં ગુજરાતમાં બાગાયતી ખેતીનો એટલો ટ્રેન્ડ નહોતો. ખેડૂતો નવી ખેતી કરતા અચકાતા હતા.
આ સમયગાળા દરમિયાન તેમને તેમના મોટાભાઈ જે ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેમના માર્ગદર્શનમાં ખારેક વાવવાનો નિર્ણય કર્યો. એ સમયે એ પગલુ સાહસ હતું પરંતુ હવે આ સાહસ તેમને લાખોની કમાણી કરાવી રહ્યું છે.
આજે ઘનશ્યામભાઈ તેમના મોટાભાઈ અને દિકરા સહિત પરિવાર સાથે મળીને તેમના 4500 આસપાસ ખારેકના છોડના બગીચાનું સંચાલન કરે છે અને મોટી આવક મેળવે છે.
4500 છોડમાં વિવિધ પ્રકારની ખારેકનું વાવેતર
ઘનશ્યામભાઈ જણાવે છે કે, તેમના બગીચામાં આજે 4 જેટલી વેરાયટીની ખારેકનુ વાવેતર છે. આ વેરાયટીમાં દેશી ખારેક સિવાય ઈઝરાયેલી ખારેકનો પણ સમાવેશ થાય છે.
ઘનશ્યામભાઈના બગીચાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમનો બગીચો સંપુર્ણ રીતે પ્રાકૃતિક ખેતી પર આધારિત છે. તેઓ તેમના ખેતરમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ કરતા નથી. આ જ કારણ છે કે તેમની ખારેક અન્ય ખારેક કરતા સારા ભાવે માર્કેટમાં વેચાય છે.
ઘનશ્યામભાઈની ખારેકનું ચેન્નાઈ અને કોલકત્તા સુધી વેચાણ થાય છે

ઘનશ્યામભાઈ તેમના ફાર્મ પર જ એપલ, ગોલ્ડ, ડાયમંડ જેવા વિવિધ ગ્રેડમાં ખારેકનુૂં શોર્ટિંગ કરીને તેના બોક્સ પેકિંગ કરીને ગ્રાહકો સુધી ખારેક પહોંચાડે છે.
ભાવ વિશે વાત કરતા ઘનશ્યામભાઈ જણાવે છે કે, તેમને ગ્રેડ પ્રમાણે 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી ખારેકના ભાવ મળે છે.
ઘનશ્યામભાઈ પટેલને ઘણા સન્માન પણ મળ્યા છે
ઘનશ્યામભાઈ પટેલની ખારેકની ખેતીની સફળતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેમને સફળ ખેતી માટે ઘણા સન્માન પ્રાપ્ત થયા છે.
આ સન્માન વિશે વાત કરતા ઘનશ્યામભાઈ જણાવે છે કે તેમને Gujarat organic product certification agency (GOPCA)નું સર્ટિફિકેટ મળ્યુ છે. આ સિવાય બેસ્ટ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેશન એવોર્ડ મળ્યા છે.

પરાગરજના વેચાણ કરીને કમાણી કરી રહ્યાં છે
ઘનશ્યામભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, તેમની પાસે ખારેકના સરપ્લસ નર ઝાડ છે. આના કારણે તેઓ પરાગરજ એકઠી કરીને તેનું વેચાણ કરી રહ્યાં છે.
ખારેકના બગીચાઓમાં ફ્લારવિંગ સમયે પરાગરજની માંગ રહેતી હોવાથી તે 10 હજાર રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચાય છે. આમ તેઓ 10 લાખ સુધીની કમાણી પરાગરજનું વેચાણ કરીને કરી રહ્યાં છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
