Agriculture : ગુજરાતમાં આ વર્ષે કેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ? મગફળીએ રેકોર્ડ તોડ્યો
Agriculture : ગુજરાતમાં આ વર્ષે સાર્વત્રિક અને સમયસર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખરીફ વાવેતર અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે.
આ આંકડો છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 85 લાખ હેક્ટરના કુલ વાવેતર વિસ્તારના 77% થી વધુ છે. સમયસર વરસાદને કારણે આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થવાની સાથે ખેડૂતોને પણ સારી ઉપજ મળવાની આશા છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાત કપાસ અને મગફળીના ઉત્પાદનમાં દેશભરમાં અગ્રેસર છે. ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળીનું રાજ્યમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોએ અત્યાર સુધીમાં આશરે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું છે.
મગફળીના વાવેતરમાં દર વર્ષે સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે.
ગયા વર્ષે 18.82 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને આ વર્ષે અત્યાર સુધીમાં જ સામાન્ય વાવેતરની સરખામણીએ 115% વાવેતર પૂર્ણ થઈ ગયું છે, જે હજુ પણ વધવાની સંભાવના છે. આ સૂચવે છે કે મગફળી ગુજરાતના ખેડૂતો માટે વધુને વધુ લોકપ્રિય પાક બની રહી છે.
મગફળી સહિત તેલીબિયાં પાકોનું કુલ 24.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 1 લાખ હેક્ટરથી વધુનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત રાજ્યમાં નીચે મુજબના પાકોનું પણ નોંધપાત્ર વાવેતર થયું છે.
- ધાન્ય પાકો: 9.79 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં.
- કઠોળ પાકો: 2.52 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં.
- ઘાસચારો: 6.46 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના વિવિધ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે.
આ વર્ષનો સારો વરસાદ અને વ્યાપક વાવેતર ગુજરાતના ખેડૂતો અને રાજ્યની કૃષિ અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત આપી રહ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
