વડોદરાના કપલની કમાલ, માત્ર કાશ્મીરમાં ઉગતા કેસરને વડોદરામાં ઉગાડી લાખોની કમાણી કરી
કેસરનું નામ સાંભળીને તમને વિચાર આવતો હશે કે તેનું ઉત્પાદન કાશ્મીરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ થાય છે. જો કે હવે બદલાતી ટેકનોલોજી સાથે એક કપલે વડોદરામાં કેસરની સફળ ખેતી કરી છે.
વડોદરામાં રહેતા એક કપલે પરંપરાગત ખેતીની હટીને એવી ખેતી કરી કે હવે તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ કપલે દુર્ગમ વિસ્તારોમાં થતી ખેતીને વડોદરામાં કરી દેખાડી છે.

વડોદરામાં રહેતા વૈભવ પટેલ અને આસ્થા મહેશ્વરી પટેલે પોતાના ઘરે કેસરની ખેતી કરી છે. આ દંપતીએ કેસરની ખેતી માટે વૈજ્ઞાનિક સંશોધન કર્યા બાદ ખેતી શરૂ કરી છે.
આ કપલ એરોપોનિક્સ પદ્ધતિથી કેસરની ખેતી કરી રહ્યું છે. વૈભવ પટેલ કહે છે કે, કેસર એક બારમાસી છોડ છે. કંદનું વાવેતર કરીને તેની ખેતી કરવામાં આવે છે. તેના કંદ ડુંગળીના કંદ જેવા જ હોય છે. આ છોડ દર વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ફૂલે છે. એક ફૂલમાંથી માત્ર ત્રણ તણખા કેસર મળે છે.
વડોદરામાં પ્રથમવાર આ રીતે ખેતી કરવામાં આવી છે. આ કપલે કાશ્મીરથી 400 કિલો કેસરના બીજ મંગાવ્યા હતા. કપલે મે મહિનાથી કેસરની ખેતી પર સંશોધન શરૂ કર્યું અને ઓગસ્ટ દરમિયાન તેની ખેતી કરવાનું શરૂ કર્યું. જેમાં નવેમ્બર માસમાં કેસરના ફૂલોનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. શરૂઆતના આ પ્રથમ મહિનામાં 20 થી 25 ગ્રામ કેસરનું ઉત્પાદન થયું છે.
આ કપલે કેસરની ખેતી કરવા કાશ્મીરના ખેડૂતો પાસેથી તમામ પ્રકારની માહિતી મેળવી અને એક નાનકડા રૂમમાં કેસર માટે યોગ્ય વાતાવરણ બનાવ્યું. શરૂઆતમાં રૂમનું તાપમાન 25 ડિગ્રી રાખવામાં આવ્યું. તાપમાન ધીમે ધીમે 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે છે. આ તાપમાન કાશ્મીરની આબોહવા સાથે મેળ ખાય છે. રૂમમાં ભેજયુક્ત ફાયર અને ચિલર લગાવવામાં આવ્યા છે.
કેસરની ખેતી માટે પહેલા તેના બીજને સૂકવવા માટે ખુલ્લામાં રાખવા પડે છે. ત્યારબાદ ચાંદી લગાવવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. પછી બીજને ઉપરથી કાપવાના હોય છે. તે પછી તેનું વાવેતર થાય છે.
આ કપલે કેસરની ખેતી માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. જે ભવિષ્યમાં ખૂબ સારું વળતર આપશે તેવી અપેક્ષા છે. 1 ગ્રામ કેસરનો છૂટક ભાવ 500 થી 700 રૂપિયા છે. જ્યારે જથ્થાબંધ ભાવ 250 થી 300 રૂપિયાની આસપાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
