બજેટ 2013: કૃષિ વિવિધીકરણ માટે રૂ.500 કરોડ

બાકી રાજ્યો માટે જ્યાં પહેલા હરિત ક્રાન્તિ આવી હતી તેમના માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે અમે ફાળવણી વધારી રહ્યાં છીએ જે, 2250 કરોડ રૂપિયા હશે. નાના ખેડુતો માટે સિંચાઇ મહત્વની છે. તે માટે બજેટ વધારવામાં આવશે. કૃષિ વૈજ્ઞાનિકોના સુચનો પર પાયલટ કાર્યક્રમ ચલાવવામાં આવશે, જેમાં વધારે પોષખ તત્વોવાળા પાકોને મહત્વ આપવામાં આવશે. અલગ-અલગ જિલ્લાઓમાં તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નારિયેલના ઉત્પાદનને વધારવા માટે પાયલટ સ્કીમ આખા કેરળ રાજ્યમાં લાગુ કરવામાં આવશે, જેના માટે 75 હજાર કરોડ રૂપિયા. બાજરા, મકાઇના ઉત્પાદન માટે અમે ફાળવણી કરી રહ્યાં છીએ.
આ પહેલા ચિદમબરમે સ્વાસ્થ્ય મિશન માટે ચિંદમબરમે 37 હજાર કરોડની ફાળવણી કરી છે. ચિદમબરમે કહ્યું છે કે આ મિશન ગામડાં અને શહેરો બન્ને માટે હશે. ચિદમબરમે પોતાના ભાષણમાં કહ્યું કે આયુર્વેદ અને યૂનાનીને વધારવા માટે 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવે છે. એમ્સમાં 1650 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. માનવ સંસાધન મંત્રાલય માટે 8 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. ચિંદમબરમે પોતાના ભાષણની શરૂઆતમાં તમામ રાજકીય પક્ષો અને સંબદ્ધ પક્ષોને દેશની અર્થવ્યવસ્થાને હાલના સંકટમાંથી બહાર કાઢવામાં સહયોગ કરવા અનુરોધ કર્યો છે.
તેમણે કહ્યું કે, ગત વર્ષોમાં આર્થિક વિકાસનો દર આઠ થી નવ ટકા રહેતું હતું, જેને ફરીથી હાંસલ કરવું એ મુખ્ય પડકાર સમાન છે. નોંધનીય છે કે ચિદમબરમ દેશ માટે આઠમીવાર સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે પહેલાં કર્યું છે અને અમે આવું ફરીથી કરી શકીએ છીએ. અંતિમ પરિણામ જે પણ હોય, વિકાસ આશાઓથી ઓછો છે, પરંતુ તેને લઇને નિરશ થવાની જરૂર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
