રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી નહી, ઉંમરકેદ
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: રાજીવ ગાંધી હત્યાકાંડમાં મોતની સજા મેળવનાર ત્રણ ગુનેગારોની સજાને સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉંમરકેદમાં ફેરવી દિધી છે. એટલે કે હવે આ ત્રણ હત્યારાઓને ફાંસી નહી ઉંમરકેદની સજા થશે. આ ત્રણેય ગુનેગારોએ દયા અરજીઓના નિવારણમાં મોડું થયું હોવાના આધાર પર મોતની સજાને ઉંમરકેદમાં ફેરવવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોવાળી ખંડપીઠે પોતાનો ચૂકાદો સંભળાવતાં ગુનેગારોને રાહત આપી હતી. ત્રણેય ગુનેગારોના નામ છે- સંતન, મુરૂગન અને પેરારિવલન.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ ત્રણેય ગુનેગારોની અરજી પર જોરદાર વિરોધ કરતાં કહ્યું હતું કે દયા અરજીઓના નિવારણમાં મોડું થયું હોવાના આધારે મોતની સજાને ઉંમરકેદમાં ફેરવાનો યોગ્ય કેસ છે. દયા અરજીઓના નિવારણમાં મોડું થયું હોવાનો સ્વિકાર કરતાં કેન્દ્રએ કહ્યું હતું કે આ મોડું યોગ્ય અને સ્પષ્ટીકરણ વગર વાળું નથી.

બીજી તરફ આ ગુનેગારોના વકીલોએ કેન્દ્રની દલીલોનો વિરોધ કરતાં કહ્યું હતું કે દયા અરજીઓના નિવારણમાં વધુ મોડું થયું હોવાને લીધે તેમને ઘણી વેદના સહન કરવી પડી છે અને એટલા માટે ટોચની કોર્ટને તેમાં હસ્તક્ષેપ કરી તેમની મોતની સજાને ઉંમરકેદમાં ફેરવવી જોઇએ. ગુનેગારોનો તર્ક હતો કે તેમની દયા અરજીઓ બાદ દયા અરજી કરનાર અન્ય કેદીઓની યાચિકાઓ પર પહેલાં ફેંસલો થઇ ગયો પરંતુ તેમની અરજીઓને સરકારે પેન્ડિંગ રાખી હતી.
સુપ્રીમ કોર્ટે મે, 2012માં રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીઓની મોતની સજા વિરૂદ્ધ દાખલ અરજીઓ પર વિચાર કરવાનો નિર્ણય કરવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે મદ્રાસ હાઈ કોર્ટને નિર્દેશ કર્યો હતો કે ત્રણેયની અરજી તેમની પાસે મોકલી આપવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
