Travel Tips : બેંગ્લોર નજીક છે આ પાંચ રમણીય સ્થળ, વિકએન્ડ માટે બેસ્ટ ડેસ્ટિનેશન
Travel Tips : જો તમે બેંગ્લોરમાં રહો છો અને નજીકના કોઈ સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, જ્યાં તમે રોજિંદી ભાગાદોડીથી દૂર આરામની થોડી ક્ષણો માણી શકો છો, તો તમે બેંગ્લોર નજીકના આ 5 હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો.
Travel Tips : બેંગ્લોર ભારતનું એક પ્રખ્યાત શહેર છે. આ શહેર દેશના હાઇ-ટેક ઉદ્યોગોનું કેન્દ્ર હોવાની સાથે સાથે પોતાના ઉદ્યાનો અને નાઇટલાઇફ માટે પણ વિશ્વ વિખ્યાત છે. બેંગ્લોર શહેરમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, જે કારણે દેશ-વિદેશથી સહેલાણીઓ ફરવા માટે બેંગ્લોર આવે છે.

જો તમે બેંગ્લોરની ભીડ અને ઝડપી જીવનથી કંટાળી ગયા હોવ અને થોડો બ્રેક લેવા માંગતા હોવ તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. આજે આપણે બેંગ્લોરની આસપાસની કેટલીક જગ્યા વિશે જાણીશું, જ્યાં તમે ફરવા જઇ શકો છો.

કૂર્ગ
જો તમે બેંગ્લોરની નજીકના કોઈ હિલ સ્ટેશન પર જવાનું વિચારી રહ્યા હોવ, તો કૂર્ગ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. કૂર્ગમાંકોફી અને મસાલાના બગીચાઓ, જંગલ, કોડવા સંસ્કૃતિ અને શાંત કુદરતી વાતાવરણ તમારા મનને શાંતિ અને સુકૂનનો અનુભવ કરાવે છે.

નંદી હિલ્સ
બેંગ્લોરથી માત્ર 62 કિલોમીટર દૂર સ્થિત નંદી હિલ્સ પણ એક ઉત્તમ પ્રવાસન સ્થળ સાબિત થશે. ઘણા લોકો નંદી હિલ્સ વિકએન્ડમાં રજાઓગાળવા આવે છે. જો તમે એડવેન્ચરના શોખીન છો, તો તમે નંદી હિલ્સ ખાતે પેરાગ્લાઈડિંગ અને માઉન્ટેન બાઈકિંગનો આનંદ લઈ શકો છો.
આ સાથે સાથે તમે અહીં સન સેટના સુંદર દ્રશ્યોનો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત નંદી હિલ્સના મંદિરો, સ્મારકો અને મનમોહક નજારાતમને મંત્રમુગ્ધ કરી દેશે.

ચિકમગલુર
બેંગ્લોરની નજીક સ્થિત ચિકમગલુર તેના કોફી ઉત્પાદન માટે પ્રખ્યાત છે. કોફી ઉત્પાદન ઉપરાંત, આ એક પર્યટન સ્થળ પણ છે, જેલીલાછમ વનસ્પતિઓથી ઘેરાયેલું છે. તમે બાબા બુડાંગિરી પર્વત શિખર પર ટ્રેકિંગ કરી શકો છો. આ સાથે અહીં વાઘ, હાથી અને ચિત્તાજોવા માટે જંગલ સફારી પણ કરી શકો છો.

રામનગર
જો તમે પ્રાકૃતિક સૌંદર્ય અને પક્ષી દર્શન શોખીન છો, તો તમે બેંગ્લોર નજીકના રામનગરની મુલાકાત લઈ શકો છો. રામનગર ખાતે તમનેભારતીય અને ઇજિપ્તીયન ગીધ જોવા મળશે. આ સિવાય રામનગરની સુંદરતા તમારા મનને શાંતિની અનુભૂતિ કરાવશે. બ્લોકબસ્ટર ફિલ્મ'શોલે'નું શૂટિંગ બેંગ્લોરથી 56 કિલોમીટર દૂર રામનગરમાં થયું હતું.

સાવનદુર્ગ
બેંગ્લોરથી માત્ર 60 કિલોમીટર દૂર સાવનદુર્ગા પણ એક સુંદર પ્રવાસન સ્થળ છે. આ સ્થળ સમગ્ર એશિયામાં સૌથી મોટા એકલ ખડકનાનિર્માણમાંનું એક માનવામાં આવે છે. તમે અહીં સુંદર તળાવ, ટ્રેકિંગ, કેમ્પિંગ અને રોક ક્લાઈમ્બિંગ વગેરેનો આનંદ માણી શકો છો. સમગ્રવિશ્વમાંથી ક્લાઇમ્બર્સ અને એડવેન્ચર પ્રેમીઓ સાવનદુર્ગ આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
