રાફ્ટિંગની સાથે સાથે ઋષિકેશમાં આ વૉટર સ્પોર્ટ્સની પણ લો મજા...
ધાર્મિક અને યોગ સંસ્થાનોની સાથે ઋષિકેષ યુવાનો માટે એડવેન્ચર ડેસ્ટિનેશન તરીકે પણ લોકપ્રિય છે. ઋષિકેશ આવતા પ્રવાસીઓ અહીં વૉટર રાફ્ટિંગ, કેમ્પિંગની મજા માણે છે.
ઉત્તરાખંડની રમણીય વાદીઓમાં આવેલું ઋષિકેશ એક પવિત્ર સ્થળ છે, હિંદુઓના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક એટલે ઉત્તરાખંડ. દર વર્ષે દેશભરમાંથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા, વિશાળ હિમાલયને જોવા, અને પવિત્ર ગંગામાં ડૂબકી મારવા માટે પધારે છે. હિમાલયની તળેટીમાં આવેલુ ઋષિકેષ અનેક હિંદુ દેવી દેવતાઓનું સ્થાન છે.
ઋષિકેશ સંખ્યાબંધ મંદિરો, આશ્રમો અને યોગની સંસ્થાઓની સાથે જ્ઞાન તેમજ શાંતિ મેળવવા માટે જાણીતું છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા આ સ્થળ આરામ કરવા અને કુદરતની વચ્ચે પોતાના રોજીંદા તણાવને ભૂલવા માટે વિશેષ સ્થળ છે.
ધાર્મિક અને યોગ સંસ્થાનોની સાથે ઋષિકેષ યુવાનો માટે એડવેન્ચર ડેસ્ટિનેશન તરીકે પણ લોકપ્રિય છે. ઋષિકેશ આવતા પ્રવાસીઓ અહીં વૉટર રાફ્ટિંગ, કેમ્પિંગની મજા માણે છે. ઋષિકેશમાં માત્ર વૉટર રાફ્ટિંગ જ એક એડવેન્ચર નથી, અહીં સંખ્યાબંધ બીજી પણ વૉટર સ્પોર્ટ્સ ઉપલબ્ધ છે જેની તમે મજા માણી શકો છો.

કાયકિંગ
જો તમે ખરેખર એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન હો, અને પોતાના ડર સામે લડીને જીતવા માગતા હો તો ગંગામાં કાયકિંગ કરવું જ જોઈએ. કારણ કે ગંગાનો પ્રવાહ અહીં ધસમસતો વહે છે, નદી ઉબડખાબડ છે એટલે કાયકિંગ કરતા પહેલા તમે યોગ્ય તાલીમ મેળવી હોવી જરૂરી છે.

કેનોઈંગ
અલગ અલગ દેશોમાં જુદા જુદા નામે જાણીતી કેનોઈંગ પણ ઋષિકેશમાં એન્જોય કરી શકાય છે. આ ઓફબીટ એડવેન્ચર સ્પોર્ટ્સમાં ચાલવું, કુદવું, ટ્રેકિંગ, રેપલિંગ, સ્કૈમ્બલિંગ સાથે સાથે તરવાની મજા પણ માણી શકાય છે. ઋષિકેશમાં કૈનોયિંગ માટે ચોમાસું શ્રેષ્ઠ ઋતુ છે, કારણ કે આ દરમિયાન ઝરણા પણ વહેતા હોય છે, જેને પગલે તેનો રોમાંચ બમણો થઈ જાય છે.

ટેકરીઓ પરથી નદીમાં કૂદવાની મજા
જો તમને ઉંચાઈ અને પાણી પસંદ છે, તો એક વખત તો ઉંચી ટેકરી પરથી પાણીમાં કૂદવાની રમતની મજા માણવી જ જોઈએ. આમ તો એક સહેલી પ્રક્રિયા છે, પરંતુ તેમ છતાંય તેના માટે તાલીમ જરૂરી છે. જો આ મજા તમે કોઈ વિશેષજ્ઞના માર્ગદર્શનમાં માણશો તો તમારા માટે લાભદાયક રહેશે.

રેપલિંગ
રેપલિંગનો એટલે ઉંચાઈ પર ચડવું, આ ચઢાણ મોટી શિલા કે ઝરણા પર પણ હોઈ શકે છે. જો શિલા પર ચડતા તમે ઉપર તરફ જાવ છો, તો રેપલિંગથી તમે નીચે આવી શકો છો. આ એક સુપર રોમાંચક અને આનંદદાયક અનુભવ છે. ઋષિકેશ આવો અને રેપલિંગ ન કરો તો ફેરો ફોગટ જશે.

બોડી સર્ફિંગ
દરેક વ્યક્તિને પાણી ગમે છે, અને પાણી પર એકલા તરવાનો વિચાર વધુ રોમાંચક છે. બોડી સર્ફિંગમાં વધુ પ્રયત્નોની જરૂર નથી હોતી અને તેમાં ઈચ્છો તેમ તરી પણ શકાય છે, શરીરની નીચે મોજા અનુભવી પણ શકાય છે. કોઈ પણ ઉંમરે કરી શકાતી આ એક અદભૂત સર્ફિંગ છે. ઋષિકેશમાં એક વખત તો બોડી સર્ફિંગ જરૂર કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
