એ મથુરા જ્યાં ગોપીઓને વાંસળી વગાડી મંત્રમુગ્ધ કરતા હતા શ્રીકૃષ્ણ
આજે અમે આપને જે સ્થાનથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ તેને ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મથુરાથી. મથુરાને બ્રજ ભૂમિ અથવા 'અનંત પ્રેમની ધરતી'ની જેમ પૂજવામાં આવે છે. આજે મથુરા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત ઘણા મંદિરો આવેલા છે.
8મી સદી સુધી આ શહેરમાં બૌદ્ધ ધર્મને માનનારાઓ રહેતા હતા, આ સ્થાન બૌદ્ધ ધર્મનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું અને અત્રે ઘણા મઠ હતા જેમાં 3000થી વધારે સંન્યાસી વાસ કરતા હતા. મથુરા આખું વર્ષ શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે અને ખાસ કરીને હોળી અને જન્માષ્ટમી તહેવાર દરમિયાન અહીં શ્રદ્ધાળુઓનો મેળાવડો જામે છે.
અત્રે નોંધનીય છે કે મથુરાને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું એક પ્રમુખ કેન્દ્ર માનવામાં આવે છે. આજે પણ દેશ અને વિદેશના ઘણા લોકો શાંતિ અને જ્ઞાનોદયની તલાશમાં અત્રેના આશ્રમો અને મંદિર તરફ પ્રયાણ કરે છે. મથુરાને હિન્દુઓ, બૌદ્ધ ધર્મના લોકો અને જૈન સમુદાયના લોકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. જો વાત પ્રવાસનની કરીએ તો ધાર્મિક અને પવિત્ર સ્થળમાં એવું ઘણું બધું છે જે દેશ-દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
જો આપ મથુરામાં છો તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અથવા કૃષ્ણનું જન્મ સ્થાન જે અત્રેનું સૌથી પવિત્ર મંદિર છે જેને જોવાનું બિલકુલ ના ભૂલો. આ ઊપરાંત આપ વિશ્રામ, જ્યાં તેમણે પોતાના મામા કંસનું વધ કરતા પહેલા વિશ્રામ કર્યો હતો. દ્વારકાધીશ મંદિર વગેરે સ્થાન જોવાનું ના ચૂકો.
તો આવો કૃષ્ણના મથુરાને માણીએ તસવીરોમાં...

પ્રવેશ દ્વાર
મથુરા શહેરના પ્રવેશ દ્વારની રાત્રિના સમયે લેવાય તસવીર.

મથુરાનું પ્રવેશ દ્વારા
મથુરાનું આ પ્રવેશ દ્વારા જ એ જણાવવા માટે પૂરતું છે કે આ શહેર કેટલું સુંદર હશે.

પ્રાચીન મંદિર
મથુરાના આ પ્રાચીન મંદિરની તસવીર એ જણાવે છે કે અત્રે ભવન નિર્માણમાં ઉચ્ચ કોટિની વાસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.

કૃષ્ણનું બાળપણ અને જવાની
મથુરાને આ નામથી એટલા માટે જાણવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પોતાના બાળપણ અને જવાનીના દિવસો અત્રે ગાળ્યા હતા.

જય ગુરુ દેવ યોગ સાધના મંદિર
મથુરા સ્થિત જય ગુરુ દેવ યોગ સાધના મંદિરની એક સુંદર તસવીર.

મથુરા રેલવે ટ્રેક
મથુરા રેલવે ટ્રેકનો સાંજના સમયે લેવામાં આવેલ ખૂબ જ સુંદર તસવીર.

કૃષ્ણ અને રાધાને સમર્પિત ઘણા મંદિરો
આજે મથુરા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત ઘણા મંદિરો આવેલા છે.

સોમનાથ મંદિરોનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો
સોમનાથ મંદિરોનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો
સોમનાથ મંદિર વિશે વધુ વાંચો તસવીરોમાં...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
