શિવનું ધામ સોમનાથ, 17 વાર નષ્ટ થયા પછી પણ છે અડીખમ
ભગવાન અને ભક્તનો સંબંધ ઉંડો હોય છે. કહેવાય છે કે જો ભગવાન જાતે જ વ્યક્તિ સાથે હોય તો પછી તેને ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કોઇપણ તેનો વાળ વાંકો કરી શકે નહીં. કોઇ પણ તેને કષ્ટ પહોંચાડી શકે નહીં. હવે વાત જ્યારે ભગવાન પર આવી જાય ત્યારે વાત કંઇક અલગ હશે અને તેના પરિણામ બીજા હશે. આ મહા શિવરાત્રીએ અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ, ભગવાન શિવના એક એવા મંદિરથી જેને એક કે બે વાર નહીં પરંતુ સત્તર વખત લૂંટવામાં આવ્યું છે.
જી હાં, સોમનાથ મહાદેવનું મંદિર. ગુજરાતમાં દરિયા કિનારે આવેલું સોમનાથ મંદિર એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે. જેની ગણના 12 જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ કરવામાં આવે છે. વેરાવળ પાસે આવેલા આ મંદિર અંગે કહેવામાં આવે ચે કે, તેનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે. જેને 17 વખત નષ્ટ કરવામાં આવ્યું અને દરેક વખતે તેને પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
સોમનાથ બાર જ્યોતિર્લિંગમાં સૌથી પ્રમુખ છે. સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. મંદિર પ્રાંગણમાં રાત્રે સાડા સાતથી સાડા આઠ વાગ્યા સુધી એક કલાકનો સાઉન્ડ અને લાઇટ શો ચાલે છે, જેમાં સોમનાથ મંદિરના ઇતિહાસને ઘણી જ સુંદરતાથી વર્ણન કરવામાં આવે છે. લોકકથાઓ અનુસાર અહીં જ શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો.

સોમનાથ મંદિર
સોમનાથ મંદિર એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે. જેની ગણના 12 જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ કરવામાં આવે છે.

નિર્માણ ચંદ્રદેવે કર્યું
વેરાવળ પાસે આવેલા આ મંદિર અંગે કહેવામાં આવે ચે કે, તેનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું.

ઋગ્વેદમા પણ તેનો ઉલ્લેખ
જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે. જેને 17 વખત નષ્ટ કરવામાં આવ્યું અને દરેક વખતે તેને પુનઃનિર્માણ કરવામાં આવ્યું.

એક કલાકનો સાઉન્ડ એન્ડ લાઇટ શો
મંદિર પ્રાંગણમાં રાત્રે સાડા સાતથી સાડા આઠ વાગ્યા સુધી એક કલાકનો સાઉન્ડ અને લાઇટ શો ચાલે છે, જેમાં સોમનાથ મંદિરના ઇતિહાસને ઘણી જ સુંદરતાથી વર્ણન કરવામાં આવે છે.

શ્રીકૃષ્ણએ કર્યો હતો દેહત્યાગ
લોકકથાઓ અનુસાર અહીં જ શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ કારણે આ ક્ષેત્રનું મહત્વ વધી જાય છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભાલુકા તીર્થ પર વિશ્રામ કરી રહ્યાં હતા, ત્યારે એક શિકારીએ હરણની આંખ સમજી શ્રીકૃષ્ણ પર તીર છોડ્યું અને તેઓએ ત્યાં જ દેહ ત્યાગ કરી વૈકુંઠ ગમન કર્યું. આ સ્થળે ઘણું જ સુંદર કૃષ્ણ મંદિર બનાવવામાં આવ્યું છે.

મંદિરની ખાસ વાત
આ મંદિરની ખાસ વાત એ પણ છે કે તેને ચંદ્રદેવે સોનાથી, સૂર્યદેવે ચાંદીથી અને ભગવાન શ્રીકૃષ્ણએ લાકડીથી બનાવ્યું હતું.

સોલંકી રાજપૂતે પથ્થરથી બનાવડાવ્યું
11મી શતાબ્દીમાં સોલંકી રાજપૂતે તેને પથ્થરથી બનાવડાવ્યું હતું. આખરે તેનું પુનનિર્માણ 1951માં કરવામાં આવ્યું હતું. મંદિરની સંપત્તિ અને વૈભવના કારણે તેના પણ અનેકવાર પ્રહાર કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
