ખારા પાણીવાળી લૂની નદીનું શું છે રહસ્ય?
રાજસ્થાનના રણ વિસ્તાર વિશે તમે ઘણી વાતો સાંભળી હશે, જોઈ હશે. આ રણ એટલા ગરમ અને સૂકા હોય છે કે કોઈ વ્યક્તિ 5 મિનિટ માટે પણ ન ટકી શકે.
રાજસ્થાનના રણ વિસ્તાર વિશે તમે ઘણી વાતો સાંભળી હશે, જોઈ હશે. આ રણ એટલા ગરમ અને સૂકા હોય છે કે કોઈ વ્યક્તિ 5 મિનિટ માટે પણ ન ટકી શકે. આ રણ દિવસે જેટલું ગરમ હોય છે રાત્રે એટલું જ ઠંડું પણ હોય છે. દિવસમાં રેતી સૂરજની ગરમીને કારણે ભઠ્ઠીની જેમ તપે છે. આવા રણમાં માણસ તો દૂર વિંછી પણ બહાર નથી નીકળતા.
તો વિચારો કે એવું રણ જ્યાં જીવન મુશ્કેલ છે, આવા રણમાં કોઈ તમને કહે કે નદી વહે છે, તો તમે માનશો ? નહીં ને પણ આ વાત સત્ય છે. રાજસ્થાનની આકરી ગરમી અને અંગાર જેવા રણ વચ્ચે નદી વહે છે. આ નદી સામાન્ય નદી નથી, તે એક માત્ર ખારી નદી છે. એટલું જ નહીં આ નદીનું પાણી સમુદ્રને પણ નથી મળતું. લૂની નદીના ખારા પાણીનું કારણ શું છે અને તે ક્યાંથી પસાર થાય છે, ચાલો જાણીએ.
આ પણ વાંચો: ઉત્તરાખંડઃ અહીં કાર્તિકેયે ભગવાન શિવને સમર્પિત કર્યા હતા પોતાના હાડકા

કેમ આ નદીનું પાણી ખારું છે?
લૂની નદી રાજસ્થાનના અજમેરમાં અરાવલી પર્વતમાંથી વહે છે, તેને ક્યાંક સાગરમતી કે સરસ્વતી કહે છે. આ નદીનું પાણી ખારું છે, તે તેની વિશેષતા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે શરૂઆતમાં આ નદીનું પાણી ખારું નથી. આ નદીનું પાણી બાલોતરા શહેર સુધી પહોંચતા પહેલા મીઠું હોય છે, પરંતુ અહીં પહોંચતા જ પાણી ખારું થવા લાગે છે. કારણ કે બાલોતરા બાદ નદી જ્યાંથી પસાર થાય છે, તે જમીનમાં મીઠાનું પ્રમાણ વધુ છે.

ક્યાંથી પસાર થાય છે લૂની નદી?
રાજસ્થાનની લૂની નદી અજમેરમાં અરાવલી પર્વતથી શરૂ થાય છે. અહીં તે સરસ્વતી નામે ઓળખાય છે. આ નદી દક્ષિણ પશ્ચિમમાં થઈને રણમાં પણ વહે છે. પુષ્કરની ખીણથી શરૂ થઈ મારવાડ થઈને તે દક્ષિણ પશ્ચિમ દિશામાં કેટલાક વિસ્તારમાં થઈ કચ્છમાં લુપ્ત થઈ જાય છે. તો ચલો તમને લઈ જઈએ એ રસ્તા પર જ્યાં લૂની નદી વહે

પુષ્કર
PC: Rashmi.parab
અજમેર પાસે પુષ્કર ઘાટીમાં લૂની નદીનો જન્મ થાય છે. પુષ્કર રાજસ્થાનનું પ્રખ્યાત તીર્થ સ્થાન છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. જગતિપાત બ્રહ્મા અને સાવિત્રી મંદિર અહીં પ્રસિદ્ધ છે. આમ તો દેશના ઘણા મંદિરમાં બ્રહ્માની પૂજા થાય છે પરંતુ પુષ્કરમાં એક માત્ર મંદિર છે જે સંપૂર્મ રીતે બ્રહ્માને સમર્પિત છે. એટલે અહીં લોકોની ભીડ રહે છે.

બાડમેર
બાડમેર રાજસ્થાનનો પ્રખ્યાત જિલ્લો છે. લૂની નદી પુષ્કર બાદ અહીંથી જ પસાર થાય છે. રાજસ્થાનનો આ જિલ્લો ઐતિહાસિક કિલ્લા માટે જાણીતો છે. બાડમેરનો કિલ્લો શિલાઓ વાળા પહાડ પર આવેલો છે. કેટલીક ઐતિહાસિક ઘટનાઓને કારણે આ કિલ્લાની સ્થિતિ જર્જરિત છે, પરંતુ પ્રવાસીઓ તેને ગૌરવનું પ્રતીક માનીને જોવા આવે છે.

જાલૌર
પુષ્કરની ખીણમાંથી શરૂ થતી લૂની નદી જાલૌરમાંથી પણ વહે છે. રાજસ્થાનનો આ જિલ્લો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ગ્રેનાઈટ પથ્થર બનાવવા માટે જાણીતો છે. જાલૌરમાં સિરે મંદિર, તોપખાનું, જાલૌરના કિલ્લા જેવા પ્રવાસન સ્થળો પણ છે. જાલૌરનો કિલ્લો સૌથી જાણીતા સ્થળોમાંનો એક છે. આ પ્રાચીન કિલ્લો 8મી કે 10મી સદી વચ્ચે બન્યો હતો. આ કિલ્લો વિદેશી પ્રવાસીઓે પણ આકર્ષે છે.

જોધપુર
જાલૌર બાદ જોધપુરના રસ્તે લૂની નદી પસાર થાય છે. જોધપુર રાજસ્થાનનું બીજું મોટું શહેર છે. ઈતિહાસમાં જોધપુર મારવાડ સામ્રાજ્યની રાજધાની તરીકે જાણીતું છે. રાજસ્થાનનું આ શહેર પ્રવાસન માટે પ્રચલિત છે. અહીં ઘણા એવા મંદિર અને કિલ્લા છે જે રણમાં જોવા મળશે. અહીં પ્રવાસીઓ ઉંટની સવારી કરતા જોવા મળે છે.

બાલોતરા
જોધપુરથી 91 કિલોમીટર દૂર બાલોતરા, રાજસ્થાનનું જ શહેર છે. અહીં પહોંચીને લૂની નદીનું મીઠું પાણી ખારું થઈ જાય ઠછે. બાલોતરાની જમીનમાં માટીમાં લવણ હોય છે. એટલે જ નદીના પાણીમાં મીઠું ભળવાથી પાણી ખારુ લાગે છે.

નાગૌર
PC: Rituraj.bharti
નાગૌર રાજસ્થાનનું નાનકડું શહેર છે. અહીંથી લૂની નદી ઉત્તર-પૂર્વ દિશામાં પાલી અને સિરોઈ તરફ વહે છે. રાજસ્થાનનો આ જિલ્લો જેટલો નાનો છે, એટલી જ તેનો ઈતિહાસ વિશાળ છે ઈમારતો ઐતિહાસિક છે. જેમાંથી એક છે નાગૌરનો કિલ્લો. નાગૌરનો કિલ્લો ફક્ત નાગોરની જ શાન નથી તે આખા રાજસ્થાનનું ગૌરવ છે. આ કિલ્લાની અંદર સંખ્યાબંધ મહેલ, ફૂવારા અને બગીચા છે. આ કિલ્લાની ખાસિયત છે તેને બાકીના કિલ્લા કરતા અલગ બનાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
