ગુજરાતના આ ગ્રામજનો સામે ઝૂક્યા હતાં બ્રિટિશરો
ખેડાને હિડિમ્બા વન પણ કહેવામાં આવતું હતું કારણ કે એવુ માનવામાં આવતુ હતુ કે હિડિમ્બા સાથે લગ્ન કરવા માટે મહાભારતના ભીમસેને આ સ્થળે એક રાક્ષસને માર્યો હતો. ખેડા પર પહેલા બાબી રાજવંશનું શાસન હતું પરંતુ બાદમાં તેના પર મરાઠાઓએ અને ત્યારબાદ બ્રિટિશોએ અધિકાર જમાવી લીધો. ખેડાનું ઐતિહાસિક મહત્વ પણ છે, કારણ કે ગાંધીજીએ અહીં જ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. ખેડામાં દૂકાળ પડ્યો હતો અને બ્રિટિશ સરકારે ગ્રામજનોનો ટેક્સ માફ કર્યો નહોતો.
આવી સ્થિતિમાં ગાંધીજીએ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો, જેના કારણે અંતતઃ બ્રિટિશ સરકારે ગ્રામજનોના દબાણમાં આવીને ઝૂકવુ પડ્યું અને બે વર્ષ માટે ટેક્સ હટાવી દેવામાં આવ્યો અને વ્યાજની રાશિ પર ઓછી કરવામાં આવી. હનુમાન ટેકરામાં સ્થિત ખેડિયા હનુમાન મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર, મનકામેશ્વર મંદિર, હનુમાનજી મંદિર, સોમનાથ મંદિર, રામજી મંદિર, ભદ્રકાલી મંદિર, મેલડી માતાજી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ડાકોરનું રણછોડ મંદિર, ખેડા પાસે સ્થિત ખોડિયાળ મંદિર, નડિયાદનું સંતરામ મંદિર ખેડા પાસે સ્થિત કેટલાક ધાર્મિક પ્રવાસન સ્થળો છે.
ખેડા 150 વર્ષ જૂના ભીત ચિત્રો માટે પણ પ્રસિદ્ધ છે, જે કેટલાક મંદિરોની દિવાલો પર તથા કેટલાક ઘરોની દિવાલો પર પણ જોવા મળે છે. આ ભીત્ત ચિત્રોનો વિષય ધાર્મિક અને ધર્મ નિર્પેક્ષ બન્ને છે, જેમાં મનુષ્યો અને જાનવરોના ચિત્ર સામેલ કરવામાં આવ્યા છે.

ગોમતી ઝીલ
ખેડામાં આવેલી ગોમતી ઝીલ

ગોમતી ઝીલ
ખેડામા આવેલી ગોમતી ઝીલ

બિલોર્દા હરિઓમ આશ્રમ
ખેડામાં આવેલું બિલોર્દા હરિઓમ આશ્રમ

રણછોડરાય ડાકોર મંદિર
ખેડાનું રણછોડરાય ડાકોર મંદિર

રણછોડરાય ડાકોર મંદિર
ખેડાનું રણછોડરાય ડાકોર મંદિર
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
