જોધપુરના આ આકર્ષણોને ચોક્કસ જોવાનું પસંદ કરશો આપ..
જોધપુર, જયપુર બાદ રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. અત્રે નોંધનીય છે કે પોતાની અનોખી વિશેષતાઓના કારણે આ શહેરને બે ઉપનામો 'સન સિટી' અને 'બ્લૂ સિટી'ના નામથી જ ઓળખવામાં આવે છે. આપને બતાવી દઇએ કે ઉપર બતાવવામાં આવેલા નામોમાં સન સિટી નામ જોધપુરમાં ચળકતા તડકાના હવામાનના કારણે આપવામાં આવ્યું છે. જ્યારે 'બ્લૂ સિટી' નામના શહેરના મેહરાનગઢ કિલ્લાની આસપાસ સ્થિત વાદળી રંગના ઘરોના કારણે આપવામાં આવેલ છે.
જોધપુરને 'થાર પ્રવેશ દ્વાર'ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે કારણ કે આ શહેર થાર રણની સરહદ પર સ્થિત છે. આ શહેર 1459માં રાઠોડ પરિવારના નેતા રાવ જોધા દ્વારા સ્થાપિત કરાવવામાં આવ્યું હતું. આ પહેલા, શહેરને 'મારવાડ' નામથી ઓળખવામાં આવતું હતું પરંતુ વર્તમાન નામ શહેરના સંસ્થાપક, એક રાજપૂત મુખિયા રાવ જોધાના નામ પરથી આપવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે જોધપુર વિભિન્ન તહેવારો માટે પ્રસિદ્ધ છે. આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ પતંગ મહોત્સવ શહેરના પોલો ગ્રાઉંડમાં દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન પતંગ ઉડાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દુનિયાભરમાંથી પતંગબાજો ભાગ લેવામાં અત્રે આવે છે.
સ્થાનીય વ્યંજનો, શોપિંગ અને તહેવારો ઉપરાંત, જોધપુર જુના શાહી કિલ્લા, સુંદર મહેલો, બગીચાઓ, મંદિરો, અને હેરિટેજ હોટલો માટે પણ પ્રસિદ્ધ છે. આ પ્રવાસીઓ આકર્ષણ ઉપરાંત ઉમ્મેદ ભવન પેલેસ એક ઉલ્લેખનીય સ્મારક છે. આ સુંદર મહેલ ભારત- ઔપનિવેશિક સ્થાપત્ય શૈલી અને કળાનું એક આદર્શ ઉદાહરણ છે. આજે અમારા આ આર્ટિકલ દ્વારા અમે આપને બતાવીશું કે જોધપુર યાત્રા પર એવું શું છે કે જેને આપ ચોક્કસ જોવાનું પસંદ કરશો. એવા કયા કયા સ્થળ છે જેની યાત્રા આપ ચોક્કસ કરો.
- કેવી રીતે આવશો જોધપુર
જોધપુર શહેરનું પોતાનું હવાઇ મથક અને રેલવે સ્ટેશન છે જે પ્રમુખ ભારતીય શહેરો સાથે જોડાયેલ છે. નવી દિલ્હીનું ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નજીકનું આંતરરાષ્ટ્રીય એરબેસ છે. પ્રવાસીઓ જયપુર, દિલ્હી, જેસલમેર, બીકાનેર, આગરા, અમદાવાદ, અજમેર, ઉદયપુર અને આગરાથી બસ દ્વારા પણ અત્રે આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
