ધોળકા: સ્વયંભૂ પ્રગટ્યા હતા દાદા એટલે ગામનું નામ પડ્યું ગણેશપુરા
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઇ છે, આગામી દસ દિવસ સુધી ગણપતિદાદાના ભક્તો તેમની ભક્તિમાં ગળાડૂબ રહેશે, એવામાં ભારતનાં વિવિધ ગણપતિ મંદિર વિશે અમે આપને માહિતી આપી છે, અહી વાત કરીએ ગુજરાતના બગોદરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર, આ ગામનું નામ જ ગણેશપુરા, ગણપતપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન એવા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાના ઈતિહાસ અને મંદિરના સત વિશે લઇને આવ્યા છીએ આપના માટે રસપ્રસ માહિતી.
ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી માત્ર 20 કિ.મી, અને અમદાવાદથી 62 કિ.મી, તેમજ બગોદરા નેશનલ હાઇવેથી 14 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં આપને ગણેશજીની એવી મૂર્તિના દર્શન થશે જે આખા ભારતમાં અલભ્ય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.
કેવી રીતે પહોંચશો અહીં:
અમદાવાદથી 62 કિલોમીટરનાં અંતરે આવેલા આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે, આ સિવાય જો તમે તમારુ ખાનગી સાધન લઈને જશો તો વધુ સરળતાથી પહોંચી શકશો.
મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ વાંચો સ્લાઇડરમાં...

સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઇ છે, આગામી દસ દિવસ સુધી ગણપતિદાદાના ભક્તો તેમની ભક્તિમાં ગળાડૂબ રહેશે, એવામાં ભારતનાં વિવિધ ગણપતિ મંદિર વિશે અમે આપને માહિતી આપી છે, અહી વાત કરીએ ગુજરાતના બગોદરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર, આ ગામનું નામ જ ગણેશપુરા, ગણપતપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન એવા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાના ઈતિહાસ અને મંદિરના સત વિશે લઇને આવ્યા છીએ આપના માટે રસપ્રસ માહિતી.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4 ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઇ હતી.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
આ મૂર્તિને લઇ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિખવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું હતું.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
આ જગ્યાએ દુદા ભરવાડ અને ગોકળની શક્તિમાતાની સ્થાપના કરી હતી ત્યાં ગાડામાંથી ગણપતિદાદાની મૂર્તિ આપોઆપ નીચે ઊતરી ગઇ હતી. ત્યારથી આ ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડેલ.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
સંવત 1878 ફાગણ સુદ-7ના રોજ સ્વામિનારાયણ ભગવાન ગણપતિપુરા થઇ નીકળેલ અને ત્યાં બે રાયણોનાં ઝાડ વચ્ચે વિસામો લીધો હતો ત્યારે કોઠ ગામના કણબી પટેલ ભગતે ભગવાનને કોઠ લઇ જવા માટે કહ્યું હતું પણ ભગવાન કોઠ ગયા નહોતા. ભગવાને જ્યાં વિશ્રામ કરેલ તે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદવાળી છત્રી બનાવવામાં આવી છે.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા બેથી અઢી લાખ લોકો ચોથના દિવસે દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો અહીં:
અમદાવાદથી 62 કિલોમીટરનાં અંતરે આવેલા આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે, આ સિવાય જો તમે તમારુ ખાનગી સાધન લઈને જશો તો વધુ સરળતાથી પહોંચી શકશો.
તસવીરો: ગણેશપુરા ડોટ ઓઆરજી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
