શું ઝારખંડના ગુમલામાં થયો હતો હનુમાનજીનો જન્મ ?
ઝારખંડમાં આવેલું ગુમલા એક સુંદર સ્થળ છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે તેનું ખૂબ જ મહત્વ છે. ગુમલા છોટા નાગપુર પઠારના દક્ષિણ ભાગમાં આવેલું છે.
ઝારખંડમાં આવેલું ગુમલા એક સુંદર સ્થળ છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે તેનું ખૂબ જ મહત્વ છે. ગુમલા છોટા નાગપુર પઠારના દક્ષિણ ભાગમાં આવેલું છે. ગાઢ જંગલો, નદી, ઝરણા અને પહાડીઓથી ઘેરાયેલો આ વિસ્તાર ખનીજ સંપત્તિથી બરપૂર છે. અહીંથી વહેતી દક્ષિણી કોયલ, ઉત્તરી કોયલ અને સંખ નદી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.
આ પણ વાંચો: આ ખંડેરોમાં આજે પણ દટાયેલો છે સમ્રાટોનો કિમતી ખજાનો
આ સ્થળ સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન હનુમાનનો જન્મ અહીં થયો હતો. એક માહિતી અનુસાર અહીં ભગવાન હનુમાન અને તેમની માતાનું મંદિર પણ છે. ગુમલાના ઇતિહાસ મુજબ આ સ્થલનો સંબંધ મધ્યકાળ સાથે છે, જ્યારે અહીં નાગ રાજવંશનું શાસન હતું. ગુલમા દેવનંદનસિંહના સામ્રાજ્ય અંતર્ગત હતું.
આ પણ વાંચો: જ્યારે મહાદેવે કાપ્યું બ્રહ્માનું શિર, અદભૂત છે અન્નપૂર્ણેશ્વરી મંદિરની કથા
આ સ્થલ બ્રિટિશ શાસન દરમિયાન લોહરદગા જિલ્લાનો ભાગ હતું. જેનો સમાવેશ 1843માં બિશનપુરમાં થયો. 1902માં ગુમલા રાંચીમાં આવ્યું અને 1984માં તેને રાંચીથી અલગ જિલ્લો બનાવાયો. જાણો એક પ્રવાસી તરીકે આ સ્થળ કેવી રીતે તમને ગમી શકે છે.

અંજન
અંજન ઝારખંડના ગુમલા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે, ચેનપુર, ઘાગરા, ટોટો અને રાયદીહથી અંજન ઘેરાયેલું છે. આ વિસ્તારનું નામ ભગવાન હનુમાનના માતા અંજનીના નામ પરથી રખાયું છે. પૌરાણિક દંતકથા અનુસાર અહીં જ ભગવાન હનુમાનનો જન્મ થયો હતો.
અહીં એક અંજની ગુફા પણ છે, જે સૌથી લોકપ્રિય સ્થળોમાંની એક ગણાય છે. આ ગુફા એક પહાડી પર બનેલી છે. આ ગુફાની અંદર મંદિર પણ બનેલું છે, જ્યાં માતા અંજનીની સાથે સાથે બાલ હનુમાનની પ્રતિમા પણ મોજૂદ છે. અંજનની આસપાસ દેવકી મંદિર, સદની ધોધ, સમસેરા ધામ, માધવ કોના સહિતના વિસ્તારો મુલાકાત લેવા લાયક છે.

હાપમુની
અંજન ઉપરાંત અહીં તમે હાપમુની વિસ્તારની મુલાકાત લઈ શકો છો. હાપમુની એક પ્રાચીન ગામ છે, જે ઘાઘરા બ્લોક અંતર્ગત આવે છે. આ ગામ મહામાયા મંદિરને લઈ જાણીતું છે, જેના દર્શન માટે ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ ઉમટે છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ નાગ રાજવંશના 22મા રાજા ગજઘાટ રે દ્વારા થયું હતું. મંદિર ઉપરાંત તમે લોકકલા સંસ્કૃતિને નજીકથી જાણવા માટે આ પ્રાચીન ગામની પણ મુલાકાત લઈ શકો છો.

બાઘમુંડા ધોધ
ગુમલાના પ્રવાસન સ્થળોની યાદીમાં બાઘમુંડા ધોધ પણ છે. આ ધોધ અહીંના સૌથી જાણીતા ટુરિસ્ટ સ્પોટમાંનો એક છે. પ્રવાસીઓ અહીં સમય વિતાવવાનું ખૂબ પસંદ કરે છે. સ્થાનિકોની સાથે સાથે દૂરથી આવતા મુલાકાતીઓ પણ આ ધોધ જોવા માટે આવે છે.
આ ધોધ અહીં આવેલા એક જૂના જગન્નાથ મંદિર માટે પણ જાણીતો છે. મનાય છે કે આ મંદિર 400 વર્ષ જુનું છે. આ મંદિરનું નિર્માણ પ્રાચીન કલિંગ શૈલીમાં કરાયું છે.

ટાંગીનાથ
ઉપરના સ્થલોની સાથે સાથે તમે પ્રાચીન અને ખૂબ જ આકર્ષક એવા ટાંગીનાથની પણ મુલાકાત લઈ શકો છો. ગુમલા જિલ્લામાં આવેલું ટાંગીનાથ એક ખાસ સ્થળ છે, જ્યાં તમે વાસ્તુકલાનું કામ અને પ્રાચીન તેમજ મધ્યકાલીન કલાકૃતિ નિહાળી શકો છો.અહીં અનેક સદીઓ જુનું ત્રિશુલ પણ છે. આ સ્થળ શિવસ્થલી નામે પણ પ્રખ્યાત છે. અહીં તમે ટાંગીનાથ મંદિરમાં દર્શન પણ કરી શકો છો. આ મંદિર પહાડો પર બનેલું છે, જે સુંદર વાસ્તુ અને કલાકૃતિ દર્શાવે છે. મંદિરના પરિસમરમાં 100થી વધુ શિવલિંગ બનેલા છે.

કેવી રીતે પહોંચશો?
ગુમલા ઝારખંડનો જાણીતો જિલ્લો છે. જ્યાં તમે ત્રણેય માર્ગે પહોંચી શકો છો. અહીં સૌથી નજીકનું એરપોર્ટ રાંચી છે. તો ટ્રેન દ્વારા આવો તો તમારે લોહરદગા રેલવે સ્ટેશને ઉતરવું પડશે. જો કે તમે રોડમાર્ગે પણ અહીં પહોંચી શકો છો. ગુલમા આસપાસના વિસ્તારો સાથે સારા રોડથી જોડાયેલું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
