Vacation Special: બીચ પર જાવ છો? તો પેક કરો સમાનમાં આ વસ્તુઓ
આ કાળજાળ ગરમીમાં મસ્ત મઝાના બીચ પર ફરવા જવાનું કોને મન ના થાય. તો જો આ ઉનાળે તમે પણ ગોવા, પોડિંચેરી, મોરેશિયસ જેવા બીચ પર તમારી ઉનાળીની રજા પસાર કરવાનું વિચારતા હોવ તો આ આર્ટીકલ તમારા કામનો છે. કારણ કે આજે અમે તમામ મહિલાઓ કે જે આવા બીચ પર જાવાની હોય તેને કંઇ કંઇ વસ્તુઓ ખાસ લઇ જવી તે વિશે જણાવાના છીએ.
તો પછી નીચેના ફોટોસ્લાઇડરમાં જણાવેલી તમામ વસ્તુઓનું એક લીસ્ટ તૈયાર કરો અને બજારમાં આનો જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તે મુજબ ખરીદી આવો. જેથી તમારા ફોટા પણ સારા લાગશે, તમે પણ કૂલ દેખાશો અને તમારો આ પ્રવાસ પણ સુખદ રહેશે. તો કંઇ વસ્તુઓ છે જે બીચ પર જતા પહેલા સમાનમાં લઇ જ જવી જોઇએ તે વિષે વધુ જાણો આ આર્ટીકલમાં...

કોટન ડ્રેસ
મોટાભાગના બીચ પર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેતું હોય છે ત્યારે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમને સફેદ કે હલકા રંગોના કોટન કપડાં ત્યાં લઇ જાવ, જેથી કૂલ પણ રહી શકો, પરસેવા પણ ના લાગે અને કમ્ફર્ટ પણ રહે.

માથાની ટોપી, બન્ડાના
ખાસ કરીને માથાની અલગ અલગ સ્ટાઇલ વાળી ટોપીઓ, બન્ડાના લઇ જવાનું ના ભૂલતા. જે તમારા દેખાવને બનાવશે સ્ટાયલીશ.

ડેનિમ શોર્ટ
ડેનિમ શોર્ટ પર આવી જગ્યાઓ લઇ જવું છે મસ્ટ. તમે કેપ્રી સાઇઝ ડેનીમ પણ લઇ જઇ શકો છો. જેથી પાણીમાં પલડતી વખતે વાંધો ના આવે અને ટ્રેન્ડી પણ રહે.

ફ્લપ ફ્લોપ
ક્યૂટ, સ્ટાઇલીંશ ચંપલ લેવાનું ના ભૂલતા. કારણ કે બીચ પર શુઝને હાઇ હિલ ફેશન સેન્સ મુજબ છે બિલકુલ નો નો!

બિકની
જો તમે જીવનમાં ક્યારેય બિકની ના પહેરી હોય અને પતિ સાથે બીચ પર જતા હોવ તો એક વાર તો તમારે બિકની પહેરવાનો મોકો ઉઠાવવો જ જોઇએ. વળી તમને તમારા શરીર પર અનુરૂપ લાગે તેવી ડિઝાઇન વાળી બિકની ખરીદી શકો છો અને કમરથી નીચે કોઇ લાંબો દુપટ્ટો બાંધીને સ્ટાઇલીશ અને કમ્ફર્ટેબલ ફિલ કરી શકો છો.

સ્ટાઇલીશ થેલી
રેક્ઝીન કે કપડાની એક સ્ટાઇલીશ બેગ તમે આ પ્રવાસમાં તમારી સાથે લઇ જઇ શકો છો. જેથી તમે જ્યારે બિચ પર જાવ તો તમારી હેટ, ગોગ્લસ, સનસ્ક્રીન લોશન અને ભીના થયેલા કેટલાક કપડા આ બેંગમાં રાખી શકો છો. આવી બેગમાં વધુ વસ્તુઓ મૂકાય છે અને કારગર પણ સાબિત થાય છે.

પગની રંગ,એસેસરી
વળી સ્ટાઇલીશ લાગવા માટે તમે પગની રિંગ, જાજરી, ગળાની માળા કે પછી તેવી એસેસરી સાથે રાખી શકો છો. આવી વસ્તુઓ બીચ વાળી જગ્યો પર પણ લોકલ માણસો વેચતા હોય છે જેની પાસે તમે ભાવતાલ કરાવી ખરીદી શકો છો.

સનગ્લાસિસ અને ટ્રેન્ડી નેલપોલિસ
મોટે ભાગે દરિયા કિનારે આપણે કેપી પેન્ટ પહેરતા હોઇ છે અને પાણીમાં પગ મૂક્યા હોય તેવા ફોટો પણ પાડતા હોય છે ત્યારે આ ફોટો કોઇ ડાર્ક રંગની નેલપોલિશ લગાવાથી વધુ સુંદર બની શકે છે. અને લેટેસ્ટ સ્ટાઇલના ગોગ્લસ તો મસ્ટ છે તે તમારા સેલ્ફીને ચાર ચાંદ લગાવી દેશે. વધુ એડ ઓનમાં તમે કોઇ ડાર્ક લિપ્સટિક પણ એડ કરી શકો છો

નારિયેળનું તેલ
નારિયેળનું તેલ નેચરલ સનસ્ક્રીન છે તે તમારા સ્કીનને સાઇન પણ આપશે અને તમને બીચની ગરમીથી બચાવશે પણ ખરા.

મેટલ બોટલ
આજકાલ બજારોમાં મેટલ બોટલ મળે છે તે તમે બીચ પર બીચ પર સાથે લઇ જઇ શકો છો. તેનાથી તમે પ્લાસ્ટિકની બોટલ પણ નહીં વાપરો અને બીચ પણ પ્રદૂષણથી મુક્ત રહેશે. વળી આવી થર્મલ મેટલ બોટલમાં લાંબા સમય સુધી પાણી ઠંડુ પણ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
