ટીમ ઇન્ડિયાનું એલાન, એક વર્ષ બાદ યુવરાજની વાપસી
મુંબઇ, 5 નવેંબરઃ સંદીપ પાટીલની અધ્યક્ષતામાં મુંબઇ ખાતે મળેલી બીસીસીઆઇની પસંદગી સમિતિએ અમદાવાદ ખાતે રમાનારી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિ દ્વારા 14 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સતત ફોર્મમાં રહેલા યુવરાજને લઇને રહેલું સસપેન્સ દૂર થયું છે. પસંદગી સમિતિએ યુવરાજ સિંહનો પ્રથમ બે મેચ માટેની ટીમ માટે સમાવેશ કર્યો છે. યુવરાજ ઉપરાંત હરભજન સિંહ અને ઇજાગ્રસ્ત ઝહીર ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સંદીપ પાટીલની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ એ પ્રથમ બે ટેસ્ટ માટે હાલ ટીમની પસંદગી કરી છે. જેમાં કેન્સરને માત આપનાર યુવરાજ સિંહનો એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુવરાજ ઉપરાંત હરભજન સિંહ, ઝહીર ખાન, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મહેન્દ્ર સિંહ ધોની, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, ચેતેશ્વર પુજારા, આર અશ્વીન, પ્રજ્ઞાન ઓઝા, મુરલી વિજય, આજિંક્ય રહાણે, વિરાટ કોહલી, આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સતત નિષ્ફળ રહેલા સુરેશ રૈનાને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ટીમમાં એકાદ બે ચહેરાને બાદ કરીને કોઇ વધું ફેરબદલાવ જોવા મળ્યો નથી. જો કે, એક આશ્ચર્યની વાત એ છે કે, ઝહીર ખાન ઇજાગ્રસ્ત હોવા છતાં પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ કેન્સર સામેની લડાઇ જીતી જનાર યુવરાજ અને સુરેશ રૈનામાંથી કોને ટીમમાં સ્થાન આપવામાં આવશે, તેના પરથી પડદો ઉઠી ગયો છે અને યુવરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
