Year Ender 2022 : T20 ક્રિકેટમાં આ વર્ષે સુર્યકુમાર યાદવના સૌથી વધુ રન, જાણો ટોપ 5 બેટ્સમેનની યાદી
. ભલે ભારત માટે કોઈ સારૂ વર્ષ ન રહ્યું હોય પરંતુ સુર્યકુમાર યાદવે ફેન્સના દિલ જીતી લીધા છે. આ વર્ષના ટોપ 5 T20 બેટ્સમેનોની યાદીમીં સુર્યકુમાર ટોપ પર રહ્યો છે.
ક્રિકેટના મેદાન પર ભારત માટે 2022નું વર્ષ બહુ સારૂ રહ્યું નથી. T20 વર્લ્ડકપમાં ભુંડી હાર બાદ સતત વિવાદો ચાલતા રહ્યા છે. જો કે આ વર્ષે પણ કેટલાક ખેલાડી સતત તેના પ્રદર્શનની ચર્ચામાં રહ્યા છે. આ ખેલાડીઓમાં એક ખેલાડી સુર્યકુમાર યાદવ છે. ભલે ભારત માટે કોઈ સારૂ વર્ષ ન રહ્યું હોય પરંતુ સુર્યકુમાર યાદવે ફેન્સના દિલ જીતી લીધા છે. આ વર્ષના ટોપ 5 T20 બેટ્સમેનોની યાદીમીં સુર્યકુમાર ટોપ પર રહ્યો છે.

સુર્યકુમાર યાદવ
ભારતીય ક્રિકેટમાં આ વર્ષ સુર્યકુમાર યાદવના નામે રહ્યું છે. સુર્યકુમાર સતત ટી20 ક્રિકેટમાં છવાયેલો રહ્યો છે. આ વર્ષે તેને ટી20 ક્રિકેટમાં 31 ઈનિંગ્સમાં સૌથી વધુ 1164 રન બનાવ્યા છે. આ સિવાય તેને 46.56ની એવરેજ અને 187.43ની સ્ટ્રાઈક રેટથી 31 ઈનિંગ્સમાં 2 સદી અને 9 અડધી સદી ફટકારી છે.

મોહમ્મદ રિઝવાન
આ યાદીમાં બીજા નંબરે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન છે. તેણે 2022માં 25 ઈનિંગ્સમાં 996 રન બનાવ્યા છે. રિઝવામે 45.27ની એવરેજ અને 122.96ની સ્ટ્રાઈક રેટ સાથે 10 અડધી સદી પણ ફટકારી છે.

વિરાટ કોહલી
2022નું વર્ષ વિરાટ કોહલી માટે પણ ખાસ રહ્યુ છે. વિરાટ કોહલીએ આ વર્ષે ત્રીજા સ્થાને રહેતા કુલ 781 રન બનાવ્યા છે. કોહલીએ 55.78ની એવરેજ અને 138.23ની સ્ટ્રાઈક રેટ સાથે 20 ઈનિંગ્સમાં 1 સદી અને 8 અડધી સદી પણ ફટકારી છે.

બાબર આઝમ
આ યાદીમાં ચૌથુ નામ પાકિસ્તાની ખેલાડી બાબર આઝમનું છે. આ વર્ષે બાબર આઝમે 26 ઈનિંગ્સમાં 735 રન બનાવ્યા છે. બાબર આઝમે 31.95ની એવરેજ અને 123.32ની એવરેજ સાથે આ વર્ષે એક સદી અને 5 અડધી સદી ફટકારી છે.

સિકંદર રજા
આ યાદીમાં પાંચમા ક્રમે ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર ખેલાડી સિકંદર રજાનું નામ પણ સામેલ છે. સિકંદર રજાએ આ વર્ષે 24 ટી20 મેચમાં કુલ 735 રન બનાવ્યા છે. રજાએ 35ની એવરેજ અને 150.92ની સ્ટ્રાઈક રેટ સાથે 5 અડધી સદી પણ ફટકારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
