રેસલર સુશીલ કુમારને નૉર્ધન રેલવેએ કર્યા નોકરીમાંથી સસ્પેન્ડ, હત્યા કેસમાં થઈ છે ધરપકડ
પહેલવાન સાગર ધનકડની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલ ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ કુમારને રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
નવી દિલ્લીઃ પહેલવાન સાગર ધનકડની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલ ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ કુમારને રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. મંગળવારે ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપક કુમારે આની અધિકૃત ઘોષણા કરી છે. દીપક કુમારે જણાવ્યુ કે સુશીલ કુમાર સામે ગુનાહિત કેસની તપાસ ચાલી રહી છે આના કારણે તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સુશીલ કુમારને ઉત્તર રેલવેમાં કૉમર્શિયલ મેનેજરના પદ પર નોકરી મળી હતી અને હાલમાં તે છત્રસાલ સ્ટેડિયમમાં ઓએસડીના પદે તૈનાત હતા.

રેલવેને સરકાર પાસેથી રવિવારે મળ્યો હતો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે ઉત્તર રેલવે બોર્ડને દિલ્લી સરકાર પાસેથી રવિવારે કેસનો પૂરો રિપોર્ટ મળ્યો હતો. ત્યારથી માનવામાં આવી રહ્યુ હતુ કે તેમને ગમે ત્યારે બોર્ડ તરફથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. બોર્ડ તરફથી એ પણ કહી દેવામાં આવ્યુ હતુ કે જો સુશીલ કુમાર સામે એફઆઈઆર નોંધવામાં આવશે તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
|
હત્યાના કેસમાં ભાગી ગયા હતા સુશીલ કુમાર
તમને જણાવી દઈએ કે સુશીલ કુમારની હાલમાં જ દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચે મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સુશીલ કુમાર ઘણા દિવસોથી ફરાર હતા. સુશીલ પર અન્ય પહેલવાન સાગર ધનખડની હત્યાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદથી સુશીલ કુમાર ભાગી ગયા હતા. સુશીલે પોલિસ કસ્ટડીમાં પોતાનો ગુનો કબૂલ લીધો છે.

છત્રસાલ સ્ટેડિયમમાં થઈ હતી સાગર ધનખડે સાથે મારપીટ
તમને જણાવી દઈએ કે દિલ્લીના છત્રસાલ સ્ટેડિયમમાં 4 મેની રાતે પહેલવાન સાગર ધનખડ સાથે સુશીલ કુમાર અને તેમના સાથીઓએ મારપીટ કરી હતી. સાગર ધનખડનુ સુશીલ કુમારે અપહરણ કરાવ્યુ હતુ ત્યારબાદ તેને છત્રસાલ સ્ટેડિયમમાં ગંભીર રીતે મારવામાં આવ્યો. આ ઘટનામાં સાગર ધનખડનુ મોત થઈ ગયુ. હવે જ્યારે સુશીલ કુમાર સળિયા પાછળ પહોંચી ગયા છે ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. સળિયા પાછળ પહોંચતા જ સુશીલ કુમાર ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
