World Cup Final : ભારત-ઓસ્ટ્રેલિયા મેચ ટાઈ થશે તો શું? જાણો શું છે આઈસીસીનો નવો નિયમ?
વધુ એક વખત વિશ્વ ચેમ્પિયન બનવા અને 2003નો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયમમાં ઉતરશે. આ મુકાબલો ક્રિકેટ ઇતિહાસનો સૌથી રોમાંચક મુકાબલો બનવાની સંભાવના છે.
ક્રિકેટ વર્લ્ડ 2023 કપની ફાઇનલમાં 5 વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા સામે ભારત ટકરાશે. ભારત ચાલુ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અપરાજિત છે જ્યારે ઓસ્ટ્રેલિયા લીગ તબક્કામાં 2 મેચ હાર્યુ છે.

મેચના દિવસે વરસાદની કોઈ આગાહી નથી એટલે સંપૂર્ણ 50 ઓવરની ગેમ જોવા મળવાની પુરી સંભાવના છે. જો કે તેમ છત્તા ફેન્સ જાણવા ઉત્સુક છે કે જો મેચ ટાઈ થશે તો શું થશે?
આના માટે નની બાઉન્ડ્રી કાઉન્ટ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે કે ICCએ આ માટે નવો નિયમ લાગુ કર્યો છે? આજે અમે તમને વિગતે માહિતી આપીશું.
વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ વરસાદને કારણે મેચ ધોવાય તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ સ્થિતિમાં મેચ રિઝર્વ ડે પર પૂર્ણ થશે. સવાલ એ છે કે જો રિઝર્વ ડે પર પણ વરસાદ વિલન બની જાય અને મેચ ન થઈ શકે તો એ સ્થિતિમાં શું થશે. આવી સ્થિતિમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
જો ફાઈનલ મેચ ટાઈ થાય તો સુપર ઓવર કરાશે. જો સુપર ઓવર પણ ટાઈ થશે તો ફરીથી સુપર ઓવર કરાવવામાં આવશે. એટલે કે જ્યાં સુધી ટીમ વિજેતા ન બને ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે. આ સિવાય જો કોઈ કારણોસર સુપર ઓવર શક્ય ન બને તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.
2019માં ઈંગ્લેન્ડની ટીમ બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જો કે, તે સમયે ICCના આ નિયમની ભારે ટીકા થઈ હતી. ચાર વર્ષ પહેલા ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરનો આશરો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ થયો. આ પછી ઈંગ્લેન્ડ જીત્યું ત્યાં પરિણામ માટે બાઉન્ડ્રી કાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ ICCએ આ વર્લ્ડ કપમાં નવો નિયમ લાગુ કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
