World Cup Final : ફાઈનલ વચ્ચે મોહમ્મદ શમીની માંની તબિયત બગડી, જાણો કેવી છે તબિયત?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ વચ્ચે ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ખતરનાક બોલર મોહમ્મદ શમીની માંની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાઈ છે.
ભારતની અમરોહા એક્સપ્રેસ એટલે કે મોહમ્મદ શમીની માતા અંજુમ આરાએ ભારતની જીત માટે આશીર્વાદ માંગ્યા છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે તેમની તબિયત બગડી છે અને તેમને ઉત્તર પ્રદેશના અમરોહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર સામે આવ્યા બાગ ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા. હાલમાં તેમની તબિયત ઠીક છે અને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મેચ પહેલા તેના પુત્ર શમીએ પણ તેમની સાથે વાત કરી છે. શમીની માતાની હોસ્પિટલમાં તેની પુત્રી સાથે છે, જે તેની સંભાળ લઈ રહી છે.
જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં પોતાની બોલિંગથી તબાહી મચાવી છે, તે વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે.
આજની મેચમાં પણ તેની પાસેથી મોટી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને અત્યારસુધીમાં ભારતે 5 વિકેટે 142 રન બનાવ્યા છે અને કેએલ રાહુલ અને સુર્યકુમાર મેદાન પર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
