World Cup Final : એડમ ઝામ્પાએ વધુ એક ઇતિહાસ રચ્યો, મુથૈયા મુરલીધરનની બરાબરી કરી
ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 240 રનમાં સમેટાઈ ગઈ છે.
ફાઈનલમાં ભારત તરફથી કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરવામાં સફળ ન રહ્યા. આ મેચમાં ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 66 રન બનાવ્યા અને આ સિવાય વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તે સાચો સાબિત થયો. અહીં ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર હાવી રહી.
ભારતે પ્રથમ 10 ઓવરમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું પરંતુ રોહિત શર્માના આઉટ થતાં ભારતીય બેટ્સમેનો એક-એક રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ભારતીય ટીમ આગામી 40 ઓવરમાં માત્ર ચાર ફોર ફટકારી શકી.
અહીં ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝામ્પાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. એડમ ઝામ્પાએ આ વર્ષના વર્લ્ડ કપમાં 23 વિકેટ લીધી છે. તે 2023 વર્લ્ડ કપમાં આટલી વિકેટ લેનારો પ્રથમ સ્પિન બોલર બન્યો છે.
આ પહેલા શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને 2007 ODI વર્લ્ડ કપમાં 23 વિકેટ ઝડપી હતી. એડમ ઝામ્પાએ આ સાથે મુરલીધરનની બરાબરી કરી છે.
ઝામ્પાએ ભારત સામે શાનદાર બોલિંગ કરી અને 10 ઓવરમાં 4.40ની ઈકોનોમી પર 44 રન આપીને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ પહેલા વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોગે 21 વિકેટ પોતાના નામે કરી હતી.
આ સિવાય વર્ષ 2011માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 21 અને 1999માં શેન વોર્ને 20 વિકેટ ઝડપી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
