World Cup 2023 : આ ટીમ મેચ રમ્યા વગર થઈ શકે છે વર્લ્ડ કપમાંથી બહાર, જાણો શું કહે છે આંકડા?
ઓસ્ટ્રેલિયન ટીમે અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો બીજી તરફ હવે એક જ સ્થાન ખાલી છે અને ત્રણ ટીમ રેસમાં છે.
હાલની સ્થિતીએ ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં જગ્યા પાકી કરી લીધી તો બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ અને શ્રીલંકા રેસમાંથી બહાર થઈ ગયા છે. આ સ્થિતીમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે એક સ્થાન માટે લડાઈ છે.

આ સ્થિતી વચ્ચે એક અનોખી સ્થિતી સર્જાઈ છે. આવનારા મેચમાં જો વરસાદ થયો તો ત્રણમાંથી એક ટીમને મેચ રમ્યા વગર જ વર્લ્ડ કપમાંથી વિવાય લેવી પડી શકે છે.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 9 નવેમ્બરે બેંગલુરુમાં રમાનારી મેચ પહેલા જ ન્યૂઝીલેન્ડની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને ઝટકો લાગી શકે છે. આ મેચમાં વરસાદની સંભાવના છે. જો આ મેચ વરસાદમાં ધોવાઇ તો ન્યૂઝીલેન્ડના સપના પણ ધોવાઈ શકે છે.
આ સ્થિતીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. આ સ્થિતિમાં ન્યુઝીલેન્ડના 9 પોઈન્ટ થશે. આ પછી જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની કોઈપણ ટીમ મેચ જીતશે તો ન્યુઝીલેન્ડ બહાર થઈ જશે. આ બંને ટીમના 8-8 પોઈન્ટ છે અને જીતથી 10 પોઈન્ટ વાળી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.
જણાવી દઈએ કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાને ચોથા સ્થાન માટે બાકીની 1-1 મેચ જીતવી પડશે. આ પછી જે ટીમની રન રેટ સારી હશે તે સેમિફાઈનલમાં જશે. જો ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામેની મેચ જીતી જાય તો આ ત્રણ ટીમો વચ્ચે રન રેટની લડાઈ થશે અને સૌથી મજબૂત રન રેટ ધરાવતી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. હશે. ત્રણેય ટીમોએ તેમની બાકીની 1-1 મેચ ફરજીયાત જીતવી જરૂરી છે.
બેંગલુરુના હવામાન અપડેટ પર નજર કરીએ તો, વરસાદની પુરી સંભાવના છે. મેચના દિવસે વરસાદની 70 ટકા સંભાવના છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા મેચની શરૂઆતમાં વરસાદની સંભાવના 85 ટકા હોવાનું અનુમાન છે. બપોરે 2 થી 6 વાગ્યાની વચ્ચે ભારે વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 25-30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
