Women's T20 World Cup 2023 : ભારત જીતેલી મેચ હાર્યુ, વર્લ્ડકપમાંથી બહાર
મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા ભારતીય ટીમે 8 વિકેટે 167 રન જ બનાવી શકી.
નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ખરાબ હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ બહાર થતા જ વર્લ્ડકપ જીતવાનું સપનું ટુટી ગયુ છે. મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા ભારતીય ટીમે 8 વિકેટે 167 રન જ બનાવી શકી. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 16 રનની જરૂર હતી. આ રન ટીમ બનાવી શકી નહી.

ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયા માટે ઓપનર બેથ મૂની અને હીલીએ સારી શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 52 રન બનાવ્યા હતા. આ પછી રાધા યાદવે 25ના વ્યક્તિગત સ્કોર પર હિલીને આઉટ કરી હતી. તોફાની બેટિંગ કરતા 37 બોલમાં 54 રન બનાવનારી મૂનીએ શિખા પાંડેએ આઉટ કરી પેવેલિયન પરત મોકલી હતી. ત્યારબાદ મેગ લેનિંગે 34 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. આ આ સિવાય ગાર્ડનરે 31 રન બનાવ્યા. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખા પાંડેએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગ્સની શરૂઆતમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને યસ્તિકા ભાટિયાની વિકેટો રસ્તામાં ગુમાવી દીધી હતી. તેમને અનુક્રમે 9, 2 અને 4 રન બનાવ્યા. અહીં ભારતે 28 રનમાં 3 વિકેટો ગુમાવી હતી.
અહીંથી રોડ્રિગ્સ અને હરમનપ્રીતે તોફાની બેટિંગ કરીને સ્કોર 10 ઓવરમાં 93 સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન રોડ્રિગ્સ 24 બોલમાં 43 રન બનાવીને આઉટ થઈ હતી. આગળ જતા હરમનપ્રીત કૌરે ઝડપી બેટિંગ કરતાં ફિફ્ટી ફટકારી હતી. જો કે રન લેતી વખતે બેટ ક્રિઝ બહાર રહી જતા તે રનઆઉટ થઈ ગઈ હતી. ભારતને આ વિકેટ મોંઘી પડી હતી.
હરમનપ્રીત કૌર 34 બોલમાં 52 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ થઈ અને વિકેટો પડી. દીપ્તિ શર્મા 17 બોલમાં 20 રન બનાવીને અણનમ રહી હતી. ભારતને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી પરંતુ ટીમ ઈન્ડિયા 8 વિકેટે 167 રન સુધી પહોંચી શકી. હવે ઓસ્ટ્રેલિયાએ 5 રનથી મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્ડનર અને બ્રાઉને 2-2 વિકેટ લીધી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
