અચાનક કેમ વધારાઈ મોહમ્મદ શમીના ઘરની સિક્યુરીટી? જાણો શું છે પુરી બબાલ?
વન ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા મોહમ્મદ શમી સતત ચર્ચામાં છે. હવે તે એક અલગ કારણથી ચર્ચામાં આવ્યો છે. હાલમાં જ શમીના ઘરની સિક્યોરીટી વધારી દેવાઈ છે.
મોહમ્મદ શમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સમય સમય પર તે ફેન્સ સાથે રીલ અને વીડિયો શેર કરતો રહે છે. હાલમાં જ શમીએ તેના ફેન્સ માટે એક રીલ શેર કરી છે.

આ રીલ તેના ફાર્મહાઉસની છે. આ રીલમાં મોટી સંખ્યામાં ચાહકો શમીને મળવા અથવા તેની એક ઝલક મેળવવા માટે ગેટ બહાર લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. માનવામાં આવે છે કે આ પછી તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, મોહમ્મદ શમીએ 2023 વર્લ્ડ કપમાં પોતાની જોરદાર બોલિંગથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. શમીએ જે રીતે કમબેક કર્યું, તેણે બધાને તેના દિવાના બનાવી દીધા છે. આ મેચ બાદ શમી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સામે આવ્યો.
મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીમાં ભાગ લેવા જઈ રહ્યો છે. તે ટેસ્ટ ટીમનો ભાગ હશે. બીસીસીઆઈ સેક્રેટરીએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે શમી સ્વસ્થ થઈ જશે ત્યારે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે હાજર રહેશે. શમી ફિટનેસ ક્લિયરન્સ લેશે અને તે પછી જ સિરીઝમાં જોડાશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
