વિશ્વ ક્રિકેટમાં આ બોલર્સની અનોખી અને અજીબ છે બોલિંગ એક્શન
તાજેતરમાં જ આઇસીસી દ્વારા ગેરકાયદે બોલિંગ એક્શનના કારણે પાકિસ્તાનના બોલર સઇદ અજમલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે તેઓ પોતાની બોલિંગ એક્શનમાં સુધાર્યો કર્યા પછી જ વિશ્વ ક્રિકેટમાં બોલિંગ કરી શકશે. જોકે વિશ્વ ક્રિકેટની તમામ ટીમો પર નજર ફેરવવામાં આવે તો આપણને એવા અનેક બોલર મળી જશે, જેમની બોલિંગ એક્શન વિચિત્ર અને અજીબો ગરીબ છે, જે આપણને આશ્ચર્યમાં મુકી શકે તેવી છે. જેમાં લસિથ મલિંગા અને સોહિલ તનવીર જાણીતા નામ છે.
જોકે આ બન્ને ખેલાડી સિવાય પણ એવા અનેક ખેલાડીઓ છે, જેમની બોલિંગ એક્શન અજીબ હતી. જેમાં શોએબ અખ્તર અને અબ્દુલ કાદિર છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા અને ભારતના બોલર પણ સામેલ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની, જાણો ખાસિયત
આ પણ વાંચોઃ- WOW, પાણીના ઉપયોગ વગર થશે કાર Wash!
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર, કિંમત 2 કરોડ સુધી

શૉન ટેઇટ
આ એક ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર છે, જોકે તેની બોલિંગ એક્શન જોવામાં આવે તો તે ઘણી જ અજીબ છે.

શોએબ અખ્તર
આ યાદીમાં બીજું નામ આવે છે, પાકિસ્તાનના વિવાદીત ઝડપી બોલર શોએબ અખ્તરનું. શોએબ અખ્તરની બોલિંગ એક્શન પણ વિચિત્ર હતી.

દેબાષિશ મોહન્તિ
દેબાષિશ મોહન્તિ ઓરિસ્સાનો પહેલો એવો ખેલાડી હતો જે ભારત માટે રમી રહ્યો હતો. તેણે સહારા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની બોલિંગ એક્શન પણ અજીબ હતી.

પીટર સ્લીપ
પીટર સ્લીપ ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પીન બોલર હતો અને શેન વોર્ન પહેલા તે ઓસ્ટ્રેલિયાનો પોસ્ટર બોય હતો. તેની બોલિંગ એક્શન પરણ વિચિત્ર હતી.

સુનિલ નારાયણ
આ એક જાણીતું નામ છે. સુનિલ નારાયણ વેસ્ટ ઇન્ડિઝનો ક્લાસ બોલર છે, તે તેની હેરસ્ટાઇલની સાથોસાથ રહસ્યમય બોલિંગ એક્શન માટે પણ જાણીતો છે.

લસિથ મલિંગા
શ્રીલંકાના વેધક બોલર લસિથ મલિંગાની એક્શન અંગે તો સૌ કોઇ ક્રિકેટ રસિક માહિતગાર હશે. તે બોલિંગ કરતો હોય ત્યારે એવું જ લાગે કે એ થ્રો નાખશે, તેની બોલિંગ પણ ઘણી વિચિત્ર હતી.

સોહિલ તનવીર
જો તમે અજીબો ગરીબ બોલિંગ એક્શન અંગે વાત કરતા હોવ તો પાકિસ્તાનના આ બોલરને ક્યારેય ભુલી શકો નહીં. સોહિલ તનવીરની બોલિંગ એક્શન પણ આપણને આશ્ચર્ય પમાડે તેવી છે.

અબ્દુલ કાદિર
અબ્દુલ કાદિર પણ એક પાકિસ્તાની લેગ સ્પીનર હતા. તેમની બોલિંગ એક્શન ઘણી જ વિચિત્ર હતી. તમે તસવીરમાં જોઇ શકો છો.

ક્રિસ હેરિસ
ક્રિસ હેરિસ ન્યુઝીલેન્ડ ટીમના ઓલરાઉન્ડર હતા અને ગેમને સારી રીતે ફિનિશ કરવા માટે જાણીતા હતા. તેમની બોલિંગ એક્શન પણ વિચિત્ર હતી.

પૉલ એડમ્સ
પૉલ એડમ્સ દક્ષિણ આફ્રિકાના લેફ્ટ આર્મ બોલર હતા અને ગુગલી બોલિંગ માટે જાણીતા હતા. તેમની બોલિંગ એક્શન પણ ઘણી જ વિચિત્ર હતી, તસવીરમાં જોઇ શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
