પાક. ક્રિકેટર વસીમ અકરમ ઓસ્ટ્રેલિયન શેનેરા સાથે કરશે નિકાહ

અંગ્રેજી સમાચાર 'હેરાલ્ડ સન'ના સમાચાર અનુસાર 47 વર્ષના અકરમે પોતાના લાઉન્જમાં ખૂબજ આશિકાના અંદાજમાં થોમસનને પ્રપોઝ કર્યું. તેઓ પોતાના ઘુંટણ પર બેસીને ત્રીસ વર્ષિય થોમસનને પોતાના હૃદયની વાત કહી દીધી.
આ અંગે થોમસને કહ્યું કે 'એ મારા જીવનની સૌથી મોટી રોમાન્ટિક પળ હતી, કારણ કે તેમાં કોઇ દેખાડો ન્હોતો.' જોકે , તેમણે એ પણ કહ્યું કે પ્રપોઝ કરતી વખતે અકરમ થોડા નરવસ હતા. અકરમે તેમને પૂછ્યું કે તેઓ કયા પ્રકારના પ્રપોઝને પસંદ કરશે અને જવાબમાં તેમણે કહ્યું હું વધારે દેખાવો પસંદ નથી કરતી. ત્યારબાદ અકરમે તેમને લાઉન્જમાં જ પ્રપોઝ કરી દીધું.
થોમસન એક પબ્લિક રિલેશન કન્સલટેન્ટ છે. તેઓ ઇસ્લામ ધર્મ અપનાવવા જઇ રહી છે અને હવેથી તે પાકિસ્તાનમાં જ રહેશે. આ બંને 2011માં મેલબોર્નમાં મળ્યા હતા અકરમ એ વાતતી ખુશ છે કે તેમને ફરીથી પ્રેમ મળી ગયો છે.
તેમણે કહ્યું કે મે ક્યારેય વિચાર્યું પણ ન્હોતું કે ફરીથી લગ્ન કરીશ પરંતુ હું લકી છું કે મને ફરીથી પ્રેમ મળી ગયો. અકરમની પહેલી પત્ની હુમાનું 2009માં મૃત્યું થયું હતું, તેમના 2 બાળકો છે જેમની ઉંમર 15 અને 12 વર્ષ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
