Vinesh Phogat Net Worth: મર્સિડીઝ કાર, આલીશાન ઘર સાથે કરોડોની માલિક છે વિનેશ, જાણો તેની કૂલ સંપત્તિ
Vinesh Phogat Net Worth: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં નિરાશા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. વિનેશે એક જ દિવસમાં સતત ત્રણ મેચ જીતીને 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ફાઈનલ મેચ પહેલા જ્યારે વિનેશનું વજન કરવામાં આવ્યું ત્યારે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આનાથી વિનેશનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તો તૂટી ગયું પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં રેન્કિંગમાં છેલ્લા સ્થાને રહીને તેની સફર પણ પૂરી થઈ ગઈ.

પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ લાગણીશીલ વિનેશે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024, હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ, મને માફ કરજો.
ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠર્યા બાદ તેના કાકા મહાવીર ફોગાટે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેની પુત્રી મેડલ લાવશે. હું પોતે તેને આગામી ઓલિમ્પિક માટે તૈયાર કરીશ. પરંતુ હવે આ શક્ય જણાતું નથી કારણ કે વિનેશે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર છે. કુશ્તીમાં તેની સફર શાનદાર રહી છે. તેને અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ ખેલ રત્ન અને પદ્મશ્રી જેવા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે.
સ્પોર્ટસ ફિલ્ડમાં પોતાનુ કૌશલ્ય સાબિત કરનાર વિનેશ ફોગાટની નેટવર્થ વિશે વાત કરીએ તો તે અંદાજે 36.5 કરોડ રૂપિયા છે. વિનેશની આવકનો મુખ્ય સ્ત્રોત કુસ્તી છે. આ સિવાય તે ઘણી પ્રોડક્ટ્સનું પ્રમોશન પણ કરે છે. તેને રમતગમત મંત્રાલય તરફથી પગાર પણ મળે છે.
વિનેશ ફોગટને યુવા બાબતો અને રમત મંત્રાલય તરફથી દર મહિને 50 હજાર રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય વિનેશ વિવિધ બ્રાન્ડ્સના પ્રમોશનથી ઘણી કમાણી કરે છે. આટલું જ નહીં, વિનેશ રેલ્વેમાં પણ કામ કરે છે, તેને આ માટે પગાર પણ મળે છે.
વિનેશ ફોગાટ પાસે હરિયાણામાં એક આલીશાન ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. વિનેશ પાસે ટોયોટા ઈનોવા કાર પણ છે, જેની કિંમત લગભગ 26 લાખ રૂપિયા છે. તેની પાસે મર્સિડીઝ GLE કાર પણ છે, જેની કિંમત 1.8 કરોડ રૂપિયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
