Vinesh Phogat Retires: પેરિસ ઑલિમ્પિકમાં ડિસક્વૉલિફાઈ થયા પછી વિનેશે રેસલિંગને કહ્યુ અલવિદા
Vinesh Phogat Retires: પેરિસ ઑલિમ્પિકની ફાઈનલ મેચમાં પહોંચ્યા બાદ પણ ભારતીય રેસલર વિનેશ ફોગાટ જે રીતે નિરાશ થઈ હતી, તે બાદ વિનેશે એક મોટો નિર્ણય લીધો છે. પેરિસ ઑલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેણે બધાને ચોંકાવી દીધા અને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.
તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ રેસલિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની અણી પર હતી, પરંતુ બુધવારે સવારે વજન કરતી વખતે તેનું વજન 100 ગ્રામ વધુ જોવા મળ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી.

ગેરલાયક ઠર્યા બાદ વિનેશે આ નિર્ણયને પડકારવા કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં પણ અપીલ કરી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં નિરાશા બાદ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે કુસ્તીએ તેને હરાવી દીધી છે અને તે પોતાની બધી હિંમત હારી ગઈ છે. તેણે લખ્યું, "મા કુશ્તી મારાથી જીતી, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. કુસ્તી 2001-2024ને અલવિદા, હું હંમેશા તમારા બધાનો ઋણી રહીશ, માફ કરજો."
વિનેશના ડિસક્વૉલિફિકેશન બાદ આખો દેશ ચોંકી ગયો છે, લોકો વિશ્વાસ નથી કરી શકતા કે માત્ર 100 ગ્રામ વધારે વજનના કારણે તેને કેવી રીતે અયોગ્ય ઠેરવવામાં આવી. પીએમ મોદીએ વિનેશના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિનેશને દેશનું ગૌરવ ગણાવ્યું અને કહ્યું કે તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છો. પીએમ મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે ફોન પર વાત કરી અને તેમને આ નિર્ણય સામે વિરોધ નોંધાવવા કહ્યું.
તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચ પહેલા વિનેશને અયોગ્ય ઠેરવવામાં આવી હતી કારણ કે સવારના વેઈટ-ઈન દરમિયાન તેનું વજન 100 ગ્રામ વધુ જોવા મળ્યું હતું. વિનેશે એક જ દિવસમાં સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
