વિવાદો વચ્ચે વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને BCC સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરાયા
મહિલા રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને બીબીસી દ્વારા સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. આ બન્ને રેસલરોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
નવી દિલ્હી : હાલમાં જ જાતિય શોષણને લઈને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે મોરચો ખોલનારી મહિલા રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને બીબીસી દ્વારા સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. આ બન્ને રેસલરોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

બીબીસીએ આ બે સિવાય ત્રણ અન્ય એથ્લેટનો પણ સમાવેશ કર્યો છે. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સર નિખત ઝરીનનો પણ નોમિનેટ કરાઈ છે.જ્યુરી, સ્પોર્ટ્સ પત્રકારો અને લેખકોની પેનલે આ નામો પર પસંદગી ઉતારી છે.
આ નોમિનેટ ખેલાડીઓમાંથી જાહેર વોટિંગના આધારે વિજેતાની પસંદગી કરાશે. 6 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વોટીંગ થશે અને 5 માર્ચે વિજેતાના નામ જાહેર કરશે. બીબીસી ઈન્ડિયાના વડા રૂપા ઝાએ આ મુદ્દે જણાવ્યુ કે, તેઓએ ફૂટ સ્પોર્ટ્સ વુમન માટે એક નવી શ્રેણી પણ રજૂ કરી છે.
આ મુદ્દે એશિયન પેરા ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ એકતા ભયાને કહ્યું કે, પેરા એથ્લેટ્સ માટે સ્ટેડિયમ અને સ્વિમિંગ પૂલ સુધી પહોંચવા માટે યોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. વિકલાંગ વસ્તીના 60 થી 70 ટકા લોકો હજુ પણ ઘરોમાં કેદ છે. આ માનસિકતા બદલવી પડશે. પાયાના સ્તરે જાગૃતિ અને કામ કરવાની જરૂરિયાત છે.
આ મુદ્દે બોક્સર વિજેન્દર સિંહે કહ્યું કે, મહિલા એથ્લેટ પુરૂષો કરતાં બે ડગલાં આગળ છે અને પુરસ્કારો કરતાં વધુ સન્માનની હકદાર છે. હાલ બોક્સિંગની સ્થિતિ શું છે તે બધા જાણે છે. મને સલમાન ખાન અને રાહુલ ગાંધીએ બોક્સિંગ વિશે પૂછ્યું હતું. મેં કહ્યું કે અમે આમાં સામેલ નથી તેથી હું તેના વિશે કહી શકું નહીં. અમને રાષ્ટ્રીય કે અન્ય કાર્યક્રમોમાં પણ બોલાવવામાં આવતા નથી.












Click it and Unblock the Notifications
