Video : આઈપીએલ ઓક્શન દરમિયાન CSK ના અધિકારીએ પ્રીતિ ઝિન્ટાને આંખ મારી, વીડિયો વાયરલ
આઈપીએલ ઓક્શન દરમિયાન ખેલાડીઓ માટે તમામ ટીમોએ બોલી લગાવી. આ ટીમોમાં પંજાબ માટે પ્રીતિ ઝિન્ટા પણ ઓક્શનમાં હાજર હતી. હવે અહીંથી તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આઈપીએ 2024 મિની ઓક્શન એક્ટ્રેસ અને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા ચર્ચામાં રહી. પ્રીતિ ઝિન્ટાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પંજાબ કિંગ્સ માટે છેલ્લી સિઝન સુધી રમી ચૂકેલો બેટ્સમેન શાહરૂખ ખાન હરાજીમાં ગુજરાતની ટીમ સાથે જોડાયો છે. ગુજરાત ટાઇટન્સ શાહરૂખ ખાનને 7 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદવામાં સફળ રહી.
શાહરૂખ ખાન માટે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ભારે ટક્કર જોવા મળી અને અંતે ગુજરાત તેને ટીમમાં સામેલ કરવામાં સફળ રહી.
પંજાબ કિંગ્સ ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલને ખરીદવા માંગતી હતી. પ્રીતિ ઝિન્ટાએ ડેરીલ મિશેલ માટે બોલી લગાવવાનું શરૂ કર્યું. પંજાબના ડેરીલ મિશેલને 11 કરોડ 75 લાખ આપવા તૈયાર હતી. જો કે ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબની આશા પર બ્રેક લગાવી અને મિશેલને 14 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.
ઓક્શન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીઓ પંજાબ કિંગ્સની પાછળ બેઠા હતા. ચેન્નાઈની ટીમે ડેરીલ મિશેલ માટે બિડીંગ શરૂ કરી તો પ્રીતિ ઝિન્ટાએ તરત પાછળ ફરીને જોયું.
પ્રીતિ ઝિન્ટા ચેન્નાઈ તરફ જોઈને કંઈક કહી રહી હતી. ત્યારબાદ ચેન્નાઈના અધિકારી સુંદર રમને પ્રિતી ઝિન્ટા સામે આંખ મારી દીધી. આ પછી બંને વચ્ચે થોડી વાતચીત પણ થઈ.
He also got some rizz with that wink!! pic.twitter.com/ELGzl6A4JC
— Shravan S (@ShravanBussin) December 19, 2023
હવે આંખ મીચોલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુંદર રમન આઈપીએલની શરૂઆતથી લઈને 2015 સુધી લીગના ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.
આ સ્થિતિમાં ટૂર્નામેન્ટના આયોજકો અને ફ્રેન્ચાઈઝી માલિક અધિકારીઓ સાથે તેના લાંબા સંબંધો છે. તે પ્રીતિને પણ ઘણા સમયથી ઓળખે છે. તેણે મજાકમાં આ કર્યું. હરાજી દરમિયાન ઘણીવાર ટીમો વચ્ચે આવી બાબતો જોવા મળે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
