IPLમાં પુનરાગમન કરીને ઉત્સાહિત છું: પોન્ટિંગ

પોન્ટિંગે અહીં પોતાની પહેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે, નિશ્ચિત રીતે આઇપીએલમાં પુનરાગમન કરવાથી તે ઘણો ઉત્સાહિત છે. જ્યારે હું ગત વખતે રમ્યો હોત તો મે કહ્યું હતું કે આશા છે કે હું તેમા બીજી વખત આવીને રમીશ. જે બાબતો મારી સાથે બની છે, તેમણે મને અહીં પુનરાગમન કરવાની તક આપી છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિએ ટી20 લીગમાં ધ્યાન આપવાનો સમય આપ્યો.
તેમણે કહ્યું કે, આઇપીએલ બે અને ત્રણમાં હું એ માટે પરત નહોતો આવ્યો કારણ કે તે સમયે હું ઘણું આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો હતો. હવે હું આતંરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી રહ્યો જેનાથી મને આ ઘરેલુ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી રહી છે. હું ટી20 ક્રિકેટ માટે બે મહિના અહીં રહીશ અને ફરીથી આ બે મહિના રમીશ. પછી હું કેરેબિયન પ્રીમીયર લીગમાં એક મહિનો અથવા તો પાંચ અઠવાડિયા રમીશ. હવે મારું ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે હું આગામી બે મહિના માટે મુંબઇ ઇન્ડિયન્સ માટે સર્વશ્રેષ્ઠ ખેલાડી છું અને સર્વશ્રેષ્ઠ સુકાની છું. તેમણે કહ્યું કે, સૌભાગ્યથી મને લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયાનો સુકાની બનવાની તક મળી. મને તેને સારી ટીમ બનાવવાનો અંદાજો આવી ગયો. હું મુંબઇમાં પણ આ તમામ બાબતો કરતો રહીશ.
પોન્ટિંગ ભારતીય સ્ટાર સચિન તેંડુલકર સાથે રમવાને લઇને પણ ઘણો ઉત્સાહિત છે, જેમની વિરુદ્ધ તે અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો રમી ચુક્યો છે. તેણે કહ્યું કે, કોઇપણ ફ્રેન્ચાઇઝી ટીમનું નેતૃત્વ કરવું ઘણું શાનદાર છે, પરંતુ એ વિચારવું કે હું મુંબઇ ઇન્ડિયન્સનો સુકાની છું અને સચિન તેંડુલકર અને હરભજન સિંહ સાથે રમીશ. જેમની વિરુદ્ધ વર્ષો સુધી મે અનેક મેચો રમી છે. આ શાનદાર છે. આમા હું મારી ઓસ્ટ્રેલિયન ટીમના કેટલાક સાથીઓ અને કેટલાક યુવા સ્થાનિક ભારતીય ખેલાડીઓ સાથે પણ રમીશ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
