ઉર્વશી રૌતેલાએ હાથ જોડી ઋષભ પંતની માફી માંગી, વીડિયો વાયરલ!
અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ક્રિકેટર ઋષભ પંત સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઝઘડાને કારણે ચર્ચામાં છે. અફેરના સમાચાર બાદ હવે બંને વચ્ચે યુદ્ધ છેડાયું છે.
અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ક્રિકેટર ઋષભ પંત સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઝઘડાને કારણે ચર્ચામાં છે. અફેરના સમાચાર બાદ હવે બંને વચ્ચે યુદ્ધ છેડાયું છે. ઉર્વશી અને ઋષભ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર કોમેન્ટ કરતા જોવા મળે છે. પરંતુ તાજેતરમાં ઉર્વશીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી રિષભ પંતની હાથ જોડીને માફી માંગતી જોવા મળી રહી છે.

ઉર્વર્શીએ માફી માંગી
આ વીડિયોમાં એક વ્યક્તિ ઉર્વશીને ઋષભ પંત વિશે પૂછે છે કે, તમારી પાસે આરપી માટે કોઈ સંદેશ છે, હું તમને સીધો જ પૂછું છું. તમે જે કંઈપણ અમારા દ્વારા રિષભ સુધી પહોંચાડવા માંગો છો. તો ઉર્વશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું કોઈ બકવાસ નહીં કરું. ત્યારબાદ ઉર્વશીએ ઋષભ પંતને હાથ જોડીને કહ્યું, હું માત્ર તેની માફી માંગવા માંગુ છું. મને માફ કરો.
શું છે મામલો?
જણાવી દઈએ કે ઋષભ પંતે ઉર્વશીને બહેન કહીને કહ્યું હતું કે મારો પીછો છોડો. આ પછી રક્ષાબંધનના અવસર પર ઉર્વશીએ ઋષભ પંત વિશે લખ્યું, છોટુ ભૈયાએ બેટ બોલ રમવું જોઈએ. હું મુન્ની નથી. હેપ્પી રક્ષાબંધન.

સોશિયલ મીડિયા પર સામસામે આવ્યા
ઉર્વશીની આ પોસ્ટ જોતા જ વાયરલ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે બંને વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ઉર્વશીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે આરપી નામનો એક ક્રિકેટર મને મળવા માટે ઘણા કલાકો સુધી રાહ જોતો હતો.

પંત-ઉર્વર્શી આરોપો લગાવી રહ્યા છે
આ પછી ઋષભ પંતે સોશિયલ મીડિયા પર લખ્યું, લોકો કેવી રીતે કહે છે તે મજાની વાત છે. માત્ર લોકપ્રિયતા મેળવવા અને લાઈમલાઈટમાં રહેવા માટે ઈન્ટરવ્યુમાં જૂઠું બોલે છે. એ દુઃખની વાત છે કે કેટલાંક લોકો નામ અને લોકપ્રિયતાના આટલા તરસે છે. ભગવાન તેમનું ભલું કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
