ધોનીના એક 'મંત્ર'એ બનાવી ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન
બર્મિંગહામ, 24 જૂનઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં માત્ર 129 રન બનાવ્યા હોવા છતાં પણ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમને આપેલા એક 'મંત્ર'એ ટ્રોફી ભારતની ઝોલીમાં નાખી દીધી. ભારતની ઇનિંગ બાદ ધોનીએ ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'માં શાહરુખ ખાન સ્ટાઇલમાં ટીમને આ 'મંત્ર' આપ્યો. તેમણે ખેલાડીઓને કહ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનની જેમ રમીને ઓછા સ્કોરની મેચ પણ જીતવાની છે. ધોનીએ મેચ બાદ આ વાતનો ખુલાસો કર્યો.
ધોનીએ કહ્યું કે, મે તેમને કહ્યું કે, એ વાતને દિમાગમાંથી કાઢી નાંખો કે આ 50 ઓવરની મેચ છે. આ 20 ઓવરની મેચ છે અને આપણે આઇપીએલ તથા ટી20 ફોર્મેટમાં જોયુ છે કે 130 રનનો ટાર્ગેટ પણ મુશ્કેલ હોય છે. મે તેમને કહ્યું કે, આકાશ અથવા તો વિરોધી ટીમ તરફ ના જુઓ. ઇશ્વર તેમની જ મદદ કરે છે, જે પોતાની મદદ કરે છે. ભગવાન આપણને બચાવવા નહીં આવે. જો આપણે આ ટ્રોફી જીતવી છે તો જાતે જ મહેનત કરવી પડશે. તસવીરોના માધ્યમથી વાંચઓ ધોનીએ બીજું શું કહ્યું.

ધોનીએ ખેલાડીઓને શું કહ્યું
ધોનીએ ખેલાડીઓને કહ્યું કે, આપણે વિશ્વની નંબર વન વનડે ટીમ છીએ. આપણે આ 130 રન માટે લડીશુ. બહારથી મદદની આશા ના રાખો. આને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ કહેવી યોગ્ય નથી. જ્યારે 50 ઓવરની મેચની ફાઇનલનો નિર્ણય ટી20 મેચથી થાય તો તેની ચમક ફીકી થઇ જાય છે, પરંતુ આ જીત ઘણું મહત્વ ધરાવે છે. આપણે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમો વિરુદ્ધ રમ્યા અને ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવવું હંમેશા સારું હોય છે.

જાડેજા અંગે ધોનીનું મંતવ્ય
ધોનીએ મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા અને સૌથી વધુ રન બનાવનારા શિખર ધવનના વખાણ કર્યા. ધોનીએ જાડેજા અંગે કહ્યું કે, જાડેજાની સારી લાઇનથી બોલિંગ કરે છે અને બોલથી જ જવાબ આપે છે. તેમણે બેટથી પણ યોગદાન આપ્યું, જે મહત્વનું છે, કારણ કે તેમને સાતમા નંબર પર બેટિંગ કરવાની છે.

ધવન અંગે ધોનીનું મંતવ્ય
ધવન અંગે તેણે કહ્યું કે, તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીના ફોર્મને જાળવી રાખ્યું. તેમણે પહેલી મેચમાં સદી જમાવી અને ઇજા પછી આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું. એક ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં તેનું સારું ફોર્મ અમારા માટે સારું છે.

પોતાના પ્રદર્શન અંગે
પોતાના પ્રદર્શન અંગે ધોનીએ કહ્યું કે પોતે ખુશ કિસ્મત છે કે ભારતે તેના નેતૃત્વ હેઠળ ટી20 વિશ્વકપ, 50 ઓવરનો વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.

2015 વિશ્વ કપ અંગે ધોનીના વિચાર
તેમણે 2015 વિશ્વ કપના ટાઇટલને જાળવી રાખવા અંગે હાલ વિચારવાનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું કે, અત્યારે કંઇ કહેવું મુશ્કેલ છે. ખેલાડી હંમેશા ઇજાગ્રસ્ત રહે છે. આમાના મોટાભાગના ખેલાડી 2015માં રમશે પરંતુ તેમાં હજુ ઘણો સમય છે. આ પહેલા અમારે ઘણી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રમવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
