Tokyo Olympics: મારી પાંચ વર્ષની મહેનત રંગ લાવી-મીરાબાઈ ચાનૂ

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુ ટોક્યો ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય અને ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા વેઇટલિફ્ટર બની છે.

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુ ટોક્યો ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય અને ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા વેઇટલિફ્ટર બની છે. મીરાબાઈ ઓલિમ્પિકના પહેલા દિવસે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. ચાનુએ ચીનના ઝિહુઇ હો સામે ગોલ્ડ મેડલ ગુમાવ્યા બાદ મહિલા 49 કિલોગ્રામમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે તે તેમ છતા ખુશ છે અને તેની 5 વર્ષની મહેનત રંગ લાવી છે.

Tokyo Olympics

મીરાબાઈએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "આખરે આવું થયું જ, મને સિલ્વર મેડલ મળ્યો. મારી 5 વર્ષની સખત મહેનત રંગ લાવી. હું ખુશ છું, મારી પાસે કોઈ શબ્દ નથી. હું મારા બધા સમર્થકો-કોચનો આભાર માનું છુ. મીરાબાઈ ચાનો પરિવાર જે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રહે છે. તેને 20 વર્ષની ઉંમરે ગ્લાસગોમાં 2014 માં કોમનવેલ્થ ગેમ્સમાં રજત પદક જીતીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ રિયોમાં નિષ્ફળતા અને ત્યારબાદ ઓલિમ્પિક મુલતવી રહેવા છત્તા મીરાબાઈ તેના લક્ષ્યથી ભટકી નહી. જે તેને આખરે 24 જુલાઈએ હાંસલ કર્યુ.

મીરાબાઈ ચાનૂએ કહ્યું કે, "રિયો ઓલિમ્પિક્સમાં નિષ્ફળ થયા પછી હું ખૂબ જ દુખી હતી. ત્યારબાદ મેં 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, આ જીત બાદ મેં મારી સાથે ઓલિમ્પિક રિંગ રાખવાનું વિચાર્યું. ત્યારથી મે ઓલિમ્પિક મેડલ જીતવાનું સ્વપ્ન જોયું". મીરાબાઈએ વધુમાં કહ્યું ખે, "આ સિલ્વર મેડલ મેં મારા જીવનમાં આપેલા તમામ બલિદાનનું પરિણામ છે." મીરાબાઈએ એ પણ ઘટસ્ફોટ કર્યો હતો કે, તેને ઈવેન્ટ દરમિયાન પેટમાં થોડો દુખાવો હતો, પરંતુ હવે તે તમામ બાબતોનો કોઈ મતબલ નથી". મીરાબાઈ ચાનૂએ આગળ વાત કરતા કહ્યું કે, "હું સવારે ઉઠી ત્યારથી જ હું પુરી તાકાત લગાવવાનું વિચારતી રહી. આખી રાત હું મેડલ જીતવાનું સપનું જોતી હતી. મેં સોનું જીતવાનું સ્વપ્ન જો હતું, પરંતુ હું સિલ્વર મેડલ જીતીને પણ ખુશ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X